Home /News /national-international /

આંધ્રને વિશેષ દરજ્જો આપવાની માંગ: પીએમ આવાસ બહાર ધરણા પર બેઠા 24 TDP સાંસદ

આંધ્રને વિશેષ દરજ્જો આપવાની માંગ: પીએમ આવાસ બહાર ધરણા પર બેઠા 24 TDP સાંસદ

    આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગને લઈ તેલૂગુ દેશમ પાર્ટીના સાંસદ રવિવાર સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસની બહાર ઘરણા પર બેસી ગયા. ત્યારબાદ પોલીસે આ તમામ 24 સાંસદોને તુરંત 7 લોક કલ્યાણ માર્ગ પરથી જબરદસ્તી હટાવ્યા અને બસોમાં ભરી તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. આ દરમ્યાન આ સાંસદ રસ્તામાં બીજેપી નીત કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાબાજી અને પ્લેકાર્ડ દેખાડતા રહ્યા.

    ટીડીપીના આ સાંસદોએ આ પહેલા શુક્રવારે લોકસભા અદ્યક્ષ સુમિત્રા મહાજનની ચેંબર અંદર પણ આ રીતે જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાકર્મીઓએ તેમને જબરદસ્તી હટાવવા પડ્યા હતા.

    તમને જણાવી દઈએ કે, આંદ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી રહેલ ટીડીપી સાંસદોના હંગામાના કારણે સાંસદની બજેટ સત્રની બીજા તબક્કાની કાર્યવાહી અટકેલી જ રહી. પોતાની માંગને લઈ ટીડીપીએ થોડા દિવસ પહેલા જ એનડીએ સાથેથી છેડો ફાડી દીધો હતો અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની લકસભામાં નોટિસ ફટકારી હતી. જોકે, સદનમાં હંગામાને લઈ આ મુદ્દા પર ચર્ચા ન થઈ શકી.

    આ બાજુ ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂએ ગત શુક્રવારે પાર્ટી સાંસદને કહ્યું કે, તે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે વિરોધ પ્રદર્શનની ગતી વદારે. ટીડીપી સાંસદો સાથે એક ટેલી કોન્ફરંસમાં નાયડૂએ કહ્યું કે, આટલા દિવસોમાં ચાર વખત સદનને સ્થગિત કરાવી ભાજપા આ મુદ્દાથી બચી રહી છે. જો સદદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઈ ગઈ છે તો, સાંસદોએ નિશ્ચિતરૂપે રાષ્ટ્રપતિને મળવું જોઈએ. બીજેપી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે ત્યાં સુધી શાંત નહીં રહીએ, જ્યાં સુધી રાજ્યસભામાં આપવામાં આવેલ આશ્વાસન અને આંધ્રપ્રદેશ પુન:ગઠન અધિનિયમના પ્રસ્તાવને પુરો ન કરવામાં આવે.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, Andhra Pradesh, Demand, Detained, Dharna, Outside, Pm narendra modis, Special, Status

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन