Home /News /national-international /આંધ્ર પ્રદેશ: ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, બે બાળક સહિત પિતાનું મોત, પત્નીનો બચાવ

આંધ્ર પ્રદેશ: ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, બે બાળક સહિત પિતાનું મોત, પત્નીનો બચાવ

આંધ્રપ્રદેશમાં ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ (પ્રતિકાત્મક ફોટો)

આંધ્ર પ્રદેશની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ડોક્ટર સહિત તેમના બે બાળકોના મોત થયા છે, જ્યારે માતા અને પત્નીનો આબાદ બચાવ થયો છે.

    રેનીગુંટા: આંધ્ર પ્રદેશની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી છે. તિરુપતિની પાસે રેનીગુંટામાં નવી બનેલી કાર્તિક ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં એક ડોક્ટર સહિત તેમના બે બાળકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિને કંટ્રોલ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, બે મૃત બાળકોની ઓળખાણ 22 વર્ષિય સિદ્દાર્થ રેડ્ડી અને 6 વર્ષિય કાર્તિકા તરીકે થઈ છે. જ્યારે મૃતક ડોક્ટરની ઓળખાણ ડો. રવિશંકર રેડ્ડી તરીકે થઈ છે.

    જો કે, આ ઘટનામાં બાળકોની માતા અને દાદીને કોઈ નુકસાન થયું નથી. બાળકોની માતાનું નામ ડો. અનંત લક્ષ્મી બતાવ્યું છે. બંને બાળકો અને પતિના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. ફાયરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં આગ વિજળીના શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની સંભાવના છે. જેની ચપેટમાં આ બે બાળકો અને તેમના પિતા આવી ગયા અને તેમના મોત થઈ ગયા. જાણકારી અનુસાર, આ હોસ્પિટલ ડોક્ટર રવિશંકર રેડ્ડી ચલાવતા હતા. રવિવારે સવારે લગભગ ચાર કલાકે કાર્તિક પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગી  હતી. જે બાદ તુરંત પોલીસ અને ફાયર વિભાગને સૂચના આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: આંધ્ર પ્રદેશની કેમિકલ ફેક્ટ્રીમાં મોટી દુર્ઘટના, એસિડ લિક બાદ બોયલર ફાટવાથી 6નાં મોત 12 ઘાયલ

    ડોક્ટરની બોડી 90 ટકા દાઝી જતાં મોત થયું


    ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ક્લિનિકમાં પાંચ લોકો હતા. જેમાંથી રવિશંકર રેડ્ડી, તેમની પત્ની અનંત લક્ષ્મી, માં રમા સુબ્બમ્મા અને બે બાળકો સિદ્ધાર્થ અને કાર્તિકા સામેલ છે. આશંકા છે કે, આગ વિજળીના શોર્ટ સર્કિટના કારણે લાગી છે. ઘટનાની જાણ થતાં રેનીગુંટા પોલીસ ફાયર વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. જે બાદ અનંત લક્ષ્મી, રમા સુબ્બમ્મા અને બે બાળકોને આ ઈમારતમાંથી બહાર કાઢવામા આવ્યા, જો કે સિદ્ધાર્થ અને કાર્તિકાનું રુઈયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં ડોક્ટર રવિશંકર રેડ્ડીની બોડી 90 ટકા દાઝી ગઈ હતી, જેના કારણે તેમનું પણ મોત થઈ ગયું હતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Andhra Pradesh, Fire incident, Hospitals

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन