Home /News /national-international /

OMG! લગ્ન કરવાનો એવો ક્રેઝ કે પુરુષે એકસાથે 6 મહિલાઓને બનાવી લીધી પત્ની, જાણો શું હતી યોજના

OMG! લગ્ન કરવાનો એવો ક્રેઝ કે પુરુષે એકસાથે 6 મહિલાઓને બનાવી લીધી પત્ની, જાણો શું હતી યોજના

પુરુષની પત્નીઓને એકબીજા વિશે ખબર જ ન હતી.

6 પત્નીઓ રાખવા બદલ એક પુરુષ (man with 6 wives arrested)ની ધરપકડ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ (Andhra Pradesh) પોલીસને શંકા છે કે તેની વધુ પત્નીઓ હોઈ શકે છે. પૂછપરછ દરમિયાન આરોપીની વાત સાંભળી (man with 6 wives)ને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.

વધુ જુઓ ...
    જૂના જમાનામાં એક રાજાને ઘણી રાણીઓ હતી. તમે ટીવી પર આવી ઘણી વાર્તાઓ વાંચી અને જોઈ હશે, પરંતુ આજે અમે તમને એક એવા પુરુષની કહાની જણાવીશું જેની એક-બે નહીં પરંતુ 6 પત્ની (Man with 6 wives)ઓ છે. આ સાંભળીને તમે ચોંકી ગયા હશો, પણ આ સોળ આના સાચી વાત છે. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના મંગલગિરીના રહેવાસી અડાપા શિવ શંકર બાબુએ (police arrest man with 6 wives) છ લગ્ન કર્યા છે અને તમામ પત્નીઓ અલગ રહે છે. બંને પત્નીઓ એકબીજા વિશે જાણતા ન હતા.

    કેવી રીતે ખુલી પોલ?
    જ્યારે પ્રથમ પત્નીને તેના પતિ પર શંકા ગઈ અને તેણે પતિનો મોબાઈલ ફોન ચેક કર્યો તો મામલો સામે આવ્યો. જે બાદ પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિની 6 પત્નીઓ હતી. પોલીસ પણ જાણીને સ્તબ્ધ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કરતા પોલીસે કહ્યું કે બંને પત્નીઓ એકબીજાને ઓળખતી નથી. એવી આશંકા છે કે આ પુરુષની અન્ય પત્નીઓ પણ હોઈ શકે છે. હાલ પોલીસે પત્નીની ફરિયાદના આધારે કેસ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.

    આ પણ વાંચો: મહિલાએ સૌતન સામે કર્યો કેસ, કોર્ટે અપાવ્યું 4 કરોડ રુપિયાનું વળતર!

    'બાબુ' કેવી રીતે મહિલાઓને ફસાવતો હતો?
    પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ મેટ્રિમોનિયલ સાઇટ્સ પર નિર્બળ છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાન બનાવતો હતો. આરોપી પોતાને સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઓળખાવતો હતો. આરોપી મહિલાઓને પોતાની વાતોમાં ફસાવતો હતો અને લગ્ન કરાવાની વાતો કરતો હતો.

    આ પણ વાંચો: છૂટાછેડાની ખુશીમાં મહિલાએ રાખી હતી પાર્ટી, ભાડેના વેઈટરે પર આવી ગયું દિલ

    જેના કારણે મહિલાઓ સરળતાથી તેની વાતોમાં આવી ગઈ હતી. આ વ્યક્તિએ પ્લાન બનાવ્યો હતો કે તે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને થોડા દિવસો પછી તે રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જશે. જોકે, હૈદરાબાદ પોલીસે વિશાખાપટ્ટનમમાંથી આરોપીની ધરપકડ કરી છે, અને તેની કડક પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Andhra Pradesh, OMG News, Viral news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन