ન્યૂઝ18 ગુજરાતી : અનેક વખત એવું જોવા મળે છે કે લોકો લગ્નમાં પાણીની જેમ પૈસા વાપરતા હોય છે. લગ્નમાં કંઈ ઓછું ન રહે તે માટે લખલૂટ ખર્ચ કરવામાં આવતો હોય છે. વ્યક્તિનું કદ જેટલું વધારે તે પ્રમાણે લગ્નમાં એટલો જ ખર્ચ કરવામાં આવતો હોય છે. જોકે, અમુક લગ્નો એવા પણ હોય છે જ્યાં વ્યક્તિ ખૂબ પૈસાદાર કે ઊંચા પદ પર હોવા છતાં કોઈ ભપકા વગર વિધિ પૂર્ણ કરવામાં આવતી હોય છે.
હાલ એક એવા જ લગ્ન ચર્ચામાં આવ્યા છે. જે પ્રમાણે એક IAS અધિકારી પોતાના દીકરાના લગ્નમાં ફક્ત રૂ. 18 હજારનો ખર્ચ કરવાના છે. આંધ્ર પ્રદેશના એક IAS અધિકારી બસંત કુમાર પોતાના પુત્રના લગ્ન માટે પોતાના તરફથી ફક્ત રૂ. 18 હજાર જ ખર્ચ કરશે. જ્યારે આ આખા લગ્નમાં કુલ રૂ. 36 હજારનો જ ખર્ચ થશે. એટલે કે વર અને વધૂનો પરિવાર રૂ. 16-16 હજારનો ખર્ચ ભોગવશે.
વિશાખાપટ્ટનમ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ ઓથોરિટી (વીએમઆરડીએ)ના કમિશ્નર પટનાલા બસંત કુમારના પુત્રના લગ્ન 10મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ ખર્ચમાં મહેમાનો માટે બપોરનું ભોજન પણ સામેલ છે.
IAS અધિકારી
આ લગ્નમાં આંધ્ર પ્રદેશ અને તેલગાંણાના રાજ્યપાલ ઈએસએલ નરસિંહા પર હાજર રહી શકે છે. આ પહેલા બસંત કુમારે વર્ષ 2017માં પોતાની પુત્રના સાદગીથી લગ્ન કરતા રૂ. 16100નો ખર્ચ કર્યો હતો.
બસંત કુમારને વર્ષ 2012માં IAS તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા, આ પહેલા તેઓ ગર્વર્નર નરસિંહાના વિશેષ કાર્યકારી અધિકારી તેમજ સંયુક્ત સચિવ તરીકે કામ કરી ચુક્યા છે. લોકોનું કહેવું છે કે બસંત કુમાર એવા લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેઓ પોતાના સંતાનોના લગ્નો પાછળ કરોડોનો ખર્ચ કરતા હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર