કોરોના સામે લડાઈ : એક મહિનાના બાળકને લઈને મહિલા IAS ઑફિસર ફરજ પર હાજર થયા

News18 Gujarati
Updated: April 13, 2020, 2:28 PM IST
કોરોના સામે લડાઈ : એક મહિનાના બાળકને લઈને મહિલા IAS ઑફિસર ફરજ પર હાજર થયા
એક મહિનાના બાળક સાથે ફરજ નિભાવી રહેલા મહિલા અધિકારી.

આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે તંત્રની મદદ કરવાની મારી પણ ફરજ બને છે : નોકરી પર પર ફરેલા મહિલા કમિશનર.

  • Share this:
વિશાખાપટ્ટનમ : કોરોના વાયરસે (Coronavirus)દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તંત્ર તેને રોકવા માટે રાત-દિવસ કામ કરી રહ્યું છે. સરકારી અધિકારી (Government Officers)ઓ અને પોલીસકર્મી (Police Staff)ઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ખાતે એક મહિલા IAS અધિકારી બાળકને જન્મ આપ્યાના એક મહિનામાં જ ફરજ પર હાજર થઈ ગયા છે. અધિકારીએ ફરજ પર પરત ફરતા જણાવ્યું હતું કે જ્યારે કોરોનાની મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે આ જ વાત પરથી પ્રેરણા લઈને તેમણે ડિલિવરીના એક જ મહિનામાં ફરજ પર હાજર થવાનો નિર્ણય કર્યો છે.

2003ના બેચના આઈએએસ ઓફિસરની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરમાં તેઓ પોતાના એક મહિનાના બાળક સાથે ઓફિસમાં નજરે પડી રહ્યા છે. ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીજના ગુમ્માલા (Srijana Gummalla)એ જણાવ્યું કે, "મારા માટે આ ફરજ પર હાજર થવાના કોલ જેવું છે. એક જવાબદાર મનુષ્ય તરીકે મારી ફરજ છે કે હું તંત્રને કોઈ મદદ કરું. હું માનું છું કે આ એવો સમય છે જ્યારે આપણે તમામ લોકોએ સાથે ઉભા રહેવાનું છે અને એકબીજાની તાકાત બનાવાનું છે." નોંધનીય છે કે સંતાનનો જન્મ થવાના કેસમાં મહિલાઓને સરકાર તરફથી નિયમ પ્રમાણે છ મહિનાની પગાર સહિતની રજા મળે છે.

કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ શેખાવતે આ મહિલા અધિકારી અને તેમની કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. મંત્રીએ હિન્દીમાં મહિલા અધિકારીની તસવીર ટ્વિટ કરતા લખ્યું છે કે, "દેશમાં આવા કોરોના વૉરિયર્સ છે તે જાણીને દેશ ગદગદ છે. ફરજ નિષ્ઠાના આ ઉમદા ઉદાહરણ માટે હું દિલથી તેમનો આભારી છું. "

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર : દેશમાં 80% સંક્રમિતોમાં કોરોનાની સામાન્ય અસર

આ મામલે ટ્વિટ કરતા બીજેપી નેતા બીએલ સંતોષે લખ્યું છે કે, "તેણી પોતાના એક મહિનાના બાળક સાથે જ ફરજ પર પરત ફરી છે. કટોકટીને કારણે તેણીએ પોતાની ફરજ બજાવી છે. કોરોના સામે લડવા માટે આવા યોદ્ધાઓ હોવાનો દેશ ગર્વ અનુભવે છે."

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર અને MPની બોર્ડરને અડીને આવેલા નર્મદા જિલ્લામાં કોરોનાનો કેસ નહીં, આ રીતે રખાય છે સંભાળ 

નોંધનીય છે કે આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના 427 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે સાત લોકોનાં મોત થયા છે. જ્યારે દેશમાં કોરોના પોઝિટિવ કેની સંખ્યા નવ હજારને પાર કરી ગઈ છે. જ્યારે દેશમાં કોરોનાને કારણે 300થી વધારે મોત થઈ ચુક્યા છે.
First published: April 13, 2020, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading