આંધ્રપ્રદેશ: પીએમની મુલાકાત પહેલાં 'મોદી એક ભૂલ' લખેલા હોર્ડિંગ લાગ્યા

News18 Gujarati
Updated: February 10, 2019, 2:34 PM IST
આંધ્રપ્રદેશ: પીએમની મુલાકાત પહેલાં 'મોદી એક ભૂલ' લખેલા હોર્ડિંગ લાગ્યા
પીએમ મોદી આંધ્રપ્રદેશના ગંટૂરના ગન્નાવરમ એરપોર્ટ પર ઉતરશે. આ એરપોર્ટની બહાર જ હોર્ડિંગ લાગ્યા છે.

ભાજપ પીએમ મોદીની રેલીની સફળ બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીના કાર્યકરોએ પીએમ મોદી વિરુદ્ધ રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન મોદી રવિવારે 10મી ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશમાં રેલી કરશે. સત્તાધારી પક્ષ તેલગું દેશમ પાર્ટી અને ભાજપ વચ્ચે તિરાડ પડ્યા બાદ વડા પ્રધાન મોદીની આ પ્રથમ મુલાકાત છે. ભાજપ આ રેલીની સફળ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, જ્યારે તેલગુ દેશમ પાર્ટી દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરાયું છે.

આ રાજકીય ઘટનાક્રમની વચ્ચે શનિવારે સાંજી જ મોદી વિરોધી હૉર્ડિંગ જોવા મળી રહ્યું છે જેના પર 'મોદી એક ભુલ' 'મોદી ક્યારેય નહીં' ના નારા લખાયેલા છે. જોકે, આ પોસ્ટર્સ પર કોઈ પક્ષનું નામ નથી લખાયેલું તેમ છતાં રાજકીય પંડિતો આ પોસ્ટરનો ગર્ભિત ઇશારો સત્તાધારી પક્ષ વિરુદ્ધ કરી રહ્યાં છે.

વડા પ્રધાન મોદીના આંધ્રપ્રદેશના પ્રવાસ વિશે ચર્ચા કરતા ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે રવિવાર રાજ્ય માટે કાળો દિવસ હશે. તેમણે ટીડીપીના કાર્યકર્તાઓને વડા પ્રધાનની મુલાકાતનો વિરોધ કરવાનું સૂચન કર્યુ હતું.

ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ ટેલિકૉન્ફરનસ કૉલના માધ્યમતી પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે કેન્દ્રના વિશ્વાસઘાતની સામે વિરોધ પ્રદર્શન કરી અને આખા દેશનું ધ્યાન આકર્ષાય તેવો પ્રયાસ કરવો.

વડા પ્રધાન મોદી રવિવારે ગુંટૂરમાં એક સભાને સંબોધશે. રવિવારે સવારે વડા પ્રધાન ગુન્નાવરમ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટની સામે જ આ પોસ્ટર લગાવાયું છે. ભાજપે પોલીસ ફરિયાદ કરી અને આ હોર્ડિંગ દૂર કરવાની માંગણી કરવી છે.

 
First published: February 10, 2019, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading