ચંદ્રબાબૂ નાયડૂના 12 કલાકના ઉપવાસ માટે આંધ્ર સરકારે ખર્ચ કર્યા રૂ. 10 કરોડ

News18 Gujarati
Updated: February 13, 2019, 10:12 AM IST
ચંદ્રબાબૂ નાયડૂના 12 કલાકના ઉપવાસ માટે આંધ્ર સરકારે ખર્ચ કર્યા રૂ. 10 કરોડ
એન ચંદ્રબાબૂ નાયડૂ

રાજ્ય સરકારની અખબાર યાદીના જણાવ્યા પ્રમાણે, આંધ્ર પ્રદેશ સરકારે દિલ્હી માટે 20 કમ્પાર્ટમેન્ટ વાળી બે સ્પેશિયલ ટ્રેન બુક કરી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ટીડીપી સુપ્રીમો અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ દિલ્હીમાં પોતાના 12 કલાકના ઉપવાસ માટે રૂ. 10 કરોડ ખર્ચ કરી નાખ્યા હતા. રાજ્ય સરકારે છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ખર્ચનું વિવરણ આપ્યું હતું. આંધ્ર પ્રદેશ સરકારે દેખાવકારો માટે શ્રીકાકુલમ અને અનંતપુરમથી બે ટ્રેન બુક કરી હતી. આ ટ્રેન માટે સરકારે એક કરોડ 12 લાખનો ખર્ચ કર્યો હતો.

રાજ્ય સરકારની અખબાર યાદીના જણાવ્યા પ્રમાણે, "આંધ્ર પ્રદેશ સરકારે 20 કમ્પાર્ટમેન્ટ વાળી બે સ્પેશિયલ ટ્રેન બુક કરી હતી. જેમાંથી એક અનંતપુરમ અને બીજી શ્રીકાકુલમથી નવી દિલ્હી સુધી પહોંચશે. આ ટ્રેનમાં મુખ્યમંત્રીની એક દિવસના પ્રદર્શનમાં સામેલ થવા ઈચ્છુક રાજકીય પાર્ટી, એનજીઓ વગેરેના કાર્યકરો દિલ્હી પહોંચશે."

ટ્રેન બુક કરવાની સાથે સાથે આંધ્ર પ્રદેશ સરકાર તરફથી પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચેલા સામાન્ય લોકો અને વીવીઆઈપી મહેમાનો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આી હતી. આંધ્ર પ્રદેશ સરકારે દિલ્હીની વિવિધ હોટલોના 1100 રૂમ બુક કરાવ્યા હતા.

આ પણ વાંચો : ઉપવાસ પર બેઠેલા ચંદ્રબાબૂને મળ્યા રાહુલ, કહ્યું- PM જ્યાં જાય છે ત્યાં ખોટું બોલે છે

નાયડૂએ તાજેતરમાં જ આંધ્ર પ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે રાજધાની દિલ્હીમાં 12 કલાકના પ્રતિક ઉપવાસ કર્યા હતા. બજેટ રિલીઝ ઓર્ડર પ્રમાણે, 8 કરોડ રૂપિયા અન્ય રાજ્યમાં થનાર કાર્યક્રમ અને 2 કરોડ રૂપિયા નાયડૂના પ્રદર્શન માટે કાઢવામાં આવ્યા હતા.

જે બે કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા તે અંગે તંત્ર તરફથી રૂ. 1.12 કરોડ, રૂ. 10 લાખ અને રૂ. 1.3 લાખના ત્રણ બિલ જમા કરવામાં આવ્યા છે. બાકીના 77 લાખના બિલ હજુ સુધી જમા કરવામાં આવ્યા નથી.
First published: February 13, 2019, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading