ભ્રષ્ટાચારના આરોપ બાદ આંધ્રપ્રદેશ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષે આત્મહત્યા કરી

News18 Gujarati
Updated: September 16, 2019, 2:00 PM IST
ભ્રષ્ટાચારના આરોપ બાદ આંધ્રપ્રદેશ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષે આત્મહત્યા કરી
આંધ્રપ્રદેશ વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ

નવા રાજ્યની ઘોષણા પછી આંધ્રપ્રદેશ વિધાનસભાના પહેલા અધ્યક્ષ હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.

  • Share this:
હૈદરાબાદ: આંધ્રપ્રદેશ (Andhra Pradesh) વિધાનસભા (Assembly)નાં પૂર્વ અધ્યક્ષ (Speaker) કોડેલા શિવ પ્રસાદ (Kodela Siva Prasad)એ આત્મહત્યા કરી લીધી છે. તેઓ 72 વર્ષનાં હતા. તેઓ તેલુગુ દેશમ પાર્ટી (TDP)નાં વરિષ્ઠ નેતા હતા.

આંધ્રપ્રદેશની જગનમોહન રેડ્ડીની સરકારી કોડેલા શિવ પ્રસાદના સંતાનો વિરુદ્ધ કેસો કરવાની શરૂઆત કરી હતી અને આ કેસોથી તેઓ નારાજ હતા. રવિવારે તેમણે તેમના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડી નહોતી અને સોમવારે તેમનુ અવસાન થયું હતું.

આંધ્રપ્રદેશમાં જગમોહન રેડ્ડીની સરકાર આવ્યા પછી શિવા પ્રસાદનાં સંતાનો વિરુદ્ધ કેસો દાખલ કરવાની શરૂઆત થઇ હતી અને તેમના સંતાનો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.

આ ઉપરાંત, કોડેલા શિવ પ્રસાદ વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા. ખાસ કરીને, વિધાનસભાના ફર્નિચરનો દુરઉપયોગ કરવાનો તેમના પર આક્ષેપ લાગ્યો હતો.

તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. ચન્દ્રાબાબુ નાયડુ અને એન.ટી. રામા રાવની સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા હતા.

નવા રાજ્યની ઘોષણા પછી આંધ્રપ્રદેશ વિધાનસભાના પહેલા અધ્યક્ષ હતા.તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.

 
First published: September 16, 2019, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading