Home /News /national-international /અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: શિક્ષિત યુગલે પોતાની બે દીકરીઓને મારી નાખી, ફરીથી જીવતી થશે તેવો દાવો

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: શિક્ષિત યુગલે પોતાની બે દીકરીઓને મારી નાખી, ફરીથી જીવતી થશે તેવો દાવો

બંને દીકરી સાથે દંપતી.

Andhra Pradesh couple killes two daughters: ચોંકાવનારી વાત એ છે કે આરોપી મહિલા એટલે કે બંને દીકરીઓની માતા કર્મકાંડમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ ઉપરાંત આરોપી પિતા સરકારી વિમેન્સ કૉલેજમાંવાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બનાવે છે.

  હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં અંધવિશ્વાસની પરાકાષ્ઠાનો એક બનાવ સામે આવ્યો છે. અહીં ચિત્તોર જિલ્લામાં માતાપિતાએ તેની બે અપરિણીત દીકરીઓની હત્યા કરી નાખી છે. અંધશ્રદ્ધાને કારણે માતાપિતાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ બનાવ શિવાનગર ગામ ખાતે બન્યો હતો. યુગલે રવિવારે રાત્રે કોઈ ધાર્મિક વિધિ કરતી સમયે બંને દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમનું માનવું હતું કે તેઓ ફરીથી સાથે રહી શકે તે માટે દીકરીઓને મારી નાખી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી મહિલા એટલે કે બંને દીકરીઓની માતા  ધાર્મિક વિધિ/કર્મકાંડમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ ઉપરાંત આરોપી પિતા સરકારી વિમેન્સ કૉલેજમાંવાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બનાવે છે. એટલે કે ભણેલગણેલ પરિવારમાં આ બનાવ બન્યો છે.

  પોલીસના કહેવા પ્રમાણે આરોપી એન પુરુષોત્તમ નાયડૂ મડનપાલ્લે ગવર્નમેન્ટ વિમેન્સ ડિગ્રી કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. નાયડૂની પત્ની પદ્મજા એક ખાનગી એજ્યુકેશનલ સંસ્થામાં કોરસ્પોન્ડન્ટ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: 'મા, મારો શું વાંક?' કડકડતી ઠંડીમાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી ગયું

  પુરુષોત્તમ અને પદ્મજાને અલેખ્યા (ઉં.વ. 24) અને સાઇદિવ્યા (ઉં.વ. 22) નામની બે દીકરી હતી. જેમાંથી મોટી દીકરી ભોપાલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી. જ્યારે નાની દીકરીએ બીબીએનો અભ્યાસ પૂરો કર્યો હતો અને એ.આર. રહેમાન મ્યુઝિક એકેડેમી ખાતે તાલિમ લઈ રહી હતી.  તમામ લોકો ગયા વર્ષે જ શિવાનગર ખાતે નવા બનાવેલા ઘરમાં રહેવા માટે આવ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે પરિવાર અવારનવાર તેમના ઘરે પૂજા કરતા હતા. એટલું જ નહીં, રવિવારે રાત્રે ખાસ પૂજા કરતા હતા.

  મળતી માહિતી પ્રમાણે માતાપિતાએ સૌથી પહેલા નાની દીકરીને ત્રિશૂલ મારીને મારી નાખી હતી. જે બાદમાં મોટી દીકરીને ડમ્બેલ મારીને મોતને ઘાટ ઉતારવમાં આવી હતી. આ દરમિયાન તેણીના મોઢામાં તાંબાની નાની વાટકી રાખવામાં આવી હતી.

  આ પણ વાંચો: વડોદરા: મગર સાથે સંવાદ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ, મગરને નમન કર્યાં સ્પર્શ કર્યો!

  દીકરીઓની હત્યા બાદ નાયડૂએ પોતાની સાથે નોકરી કરતા મિત્રોને જાણ કરી હતી. તમામ લોકો તેમના ઘરે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીએસપી રવિ મોહન ચરીએ જણાવ્યું હતું કે, આરોપી અને પીડિત તમામ લોકો ધાર્મિકતામાં ડૂબી ગયા હતા.  ડીએસપીએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે દંપતીએ પોતાની બંને દીકરીઓની એ માટે હત્યા કરી નાખી જેનાથી તેઓ ફરીથી સાથે રહી શકે. છોકરીની માતા પદ્મજાએ બંને દીકરીઓને માર મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ સમયે દીકરીઓના પિતા પુરુષોત્તમ નાયડૂ હાજર હતા."
  " isDesktop="true" id="1066784" >

  પોલીસના કહેવા પ્રમાણે પુરુષોત્તમ અને પદ્મજા થોડા સમયથી કોઈ ચમત્કાર થાય તે માટે ઘરે પૂજા કરી રહ્યા હતા. આ જ કડીમાં રવિવારે પણ ઘરે પૂજા કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે દંપતીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન તેઓ એવું કહી રહ્યા હતા કે તેમની દીકરીઓ ફરીથી જીવિત થશે. સાથે તેઓ એવું પણ કહી રહ્યા હતા કે કળયુગનો અંત આવી રહ્યો છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે આરોપી પદ્મજા કર્મકાંડમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Andhra Pradesh, Parents, અંધશ્રદ્ધા, ગુનો, દીકરી, પોલીસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन