10 એપ્રિલથી આંધ્ર પ્રદેશની કંપની મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કિટ અને વેન્ટીલેટર્સ બનાવશે

News18 Gujarati
Updated: April 7, 2020, 11:09 PM IST
10 એપ્રિલથી આંધ્ર પ્રદેશની કંપની મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કિટ અને વેન્ટીલેટર્સ બનાવશે
10 એપ્રિલથી આંધ્ર પ્રદેશની કંપની મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કિટ અને વેન્ટીલેટર્સ બનાવશે

ICMRએ એ જાણકારી આપી છે કે 65 પ્રાઇવેટ લેબ હાલ દેશભરમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ કરી રહી છે

  • Share this:
નવી દિલ્હી : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને (ICMR)દેશમાં રાજ્ય સરકારો (State Governments) તરફથી સ્થાપિત સેમ્પલ કેલેક્શન કરનારી સાઇટ્સ પર કોઈ આપત્તિ નથી. જોકે તેમણે આ લેબમાં થઈ રહેલા પરિક્ષણની પ્રક્રિયાને લઈને કેટલીક સલાહ જાહેર કરી છે. ICMRએ એ જાણકારી આપી છે કે 65 પ્રાઇવેટ લેબ હાલ દેશભરમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ કરી રહી છે.

આ સિવાય ખબર છે કે 10 એપ્રિલથી આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસની (COVID-19)ટેસ્ટિંગ કિટ (Testing Kit)બનાવવામાં આવશે. વિજાગ મેડ ટેક ઝોન (Med Tech Zone) નામની કંપની મોટી સંખ્યામાં વેન્ટીલેટર્સ અને ટેસ્ટિંગ કિટ મોટી સંખ્યામાં બનાવવાની છે.

આ પણ વાંચો - Coronavirusથી લડવા માટે ભારત બનાવશે ક્લિનિકલ રિસર્સ નેટવર્ક, આવો છે આખો પ્લાન

ICMR તરફથી રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત સેમ્પલ કલેક્શન કરનાર સાઇટ્સને લઈને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સેમ્પલ કલેક્શન, પર્સનલ પ્રોટિક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)પહેરીને જ કરવું જોઈએ. બાયોસેફ્ટી અને બાયોસિક્યોરિટીને લઈને સલાહ આપેલા બધા પૂર્વ ઉપાયોને લાગુ કરવા જોઈએ.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading