આંધ્રપ્રદેશમાં હવે કંપનીમાં 75 ટકા નોકરી સ્થાનિક યુવાનો માટે અનામત

પ્રતિકાત્મક તસવીર

દેશમાં ઘણા રાજ્યોએ પ્રાઇવેટ સેક્ટરમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માટે વિવિધ જોગવાઇઓને વાત કરી છે.

  • Share this:
    દેશમાં આંધ્રપ્રદેશ એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે એવો કાયદો બનાવ્યો છે કે, કંપનીઓએ 75 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને આપવી પડશે. આંધ્રપ્રદેશની વિધાનસભાએ આંધ્રપ્રદેશ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ/ફેક્ટરીઝ એક્ટ 2019, પસાર કર્યો.

    આ કાયદા મુજબ, જે-તે વિસ્તારમાં આવેલી કંપનીઓએ 75 ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને આપવી પડશે. આ કાયદો અવી કંપનીઓને લાગુ પડશે જે તેનું યુનિટ સરકારના સહયોગથી સ્થાપશે.

    આ કાયદા મુજબ, જો કંપનીને સ્થાનિક કક્ષાએ યોગ્ય લાયકાતવાળા યુવાનો મળે નહીં તો, રાજય સરકારનાં સહકારથી આ યુવાનોને તાલીમ આપશે.

    આ રીતે કોઇ કંપની એવો દાવો નહીં કરી શકે કે, સ્થાનિક યુવાનો પાસે કૌશલ્ય નથી એટલા માટે તે સ્થાનિક યુવાનોને નોકરી આપતી નથી.

    આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ તેમનાં ચૂંટણી પ્રચાર દરમિયાન એવું વચન આપ્યું હતું કે, પ્રાઇવેટ કંપનીઓ સ્થાનિક યુવાનો માટે નોકરી આપવા માટે કાયદો લાવશે.
    દેશમાં ઘણા રાજ્યોએ પ્રાઇવેટ સેક્ટરમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવા માટે વિવિધ જોગવાઇઓને વાત કરી છે.

    મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે 9 જુલાઇનાં રોજ એવું નિવેદન આપ્યું હતું કે, સ્થાનિક લોકો માટે 70 ટકા અનામતની જોગવાઇ કરતો કાયદો લાવશે.
    Published by:Vijaysinh Parmar
    First published: