આંધ્ર પ્રદેશના કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 13 લોકોનાં મોત, 4 ઘાયલ

આંધ્ર પ્રદેશના કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 13 લોકોનાં મોત, 4 ઘાયલ
આંધ્ર પ્રદેશમાં રવિવાર વહેલી પરોઢે 4 વાગ્યે અજમેર જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર, ડ્રાઇવરનું પણ થયું મોત

આંધ્ર પ્રદેશમાં રવિવાર વહેલી પરોઢે 4 વાગ્યે અજમેર જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર, ડ્રાઇવરનું પણ થયું મોત

 • Share this:
  આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના કુરનુલ જિલ્લા (Kurnool district)ના વલ્દુરતી મંડલના મદારપુર ગામની પાસે રવિવાર સવારે બસ અને ટ્રકની વચ્ચે ભીષણ ટક્કર (Bus Truck Accident)માં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ઘાયલોને સરકારી જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  કુરનૂલના પોલીસ અધીક્ષક (SP)એ જણાવ્યું કે દુર્ઘટના સમયે વાહનમાં 18 લોકો સવાર હતા. આ દુર્ઘટના કુરનૂલથી લગભગ 25 કિલોમીટરના અંતર પર સ્થિત મદાપુરમની પાસે વેલદુર્તી મંડળમાં રવિવાર વહેલી પરોઢે 4 વાગ્યે થયો. આ દુર્ઘટનામાં ડ્રાઇવરનું પણ મોત થયું છે.  આ પણ વાંચો, હોમગાર્ડના જુવાનજોધ દીકરાની કરપીણ હત્યા, પોલીસને ત્રણ દોસ્તો ઉપર જ શંકા

  ભીષણ દુર્ઘટના વિશેની જાણકારી આપતા ઇન્સ્પેક્ટર પેડ્ડિયા નાયડૂએ મીડિયાને જણાવ્યું કે, બસ ચિત્તૂર જિલ્લાના મદનપલ્લે ગામથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. બસ સવારે લગભગ 4 વાગ્યે મદારપુર ગામ પહોંચી હતી ત્યારે તે રોન્ગ સાઇડમાં જતી રહી અને સામેથી આવી રહેલી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી દીધી.

  પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ બસમાં 18 લોકો સવાર હતા. બસમાં સવાર ડ્રાઇવર સહિત 13 લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને કુરનૂલ સરકારી જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહત-બચાવ કાર્યોના નિર્દેશ આપ્યા છે.

  આ પણ વાંચો, યુવતીએ પ્રેમી અને મંગેતરની સાથે મળી બ્લેકમેલર નીતિનને મોતને ઘાટ ઉતાર્યો

  આ દુર્ઘટનાએ બે દિવસ પહેલા બનેલી ઘટનાની યાદ તાજા કરાવી દીધી છે, જેમાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં અરાકુની પાસે અનંતગિરિમાં એક બસ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ બસમાં તે સમયે 30 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં મોત થયા હતા.
  Published by:Mrunal Bhojak
  First published:February 14, 2021, 09:09 am

  ટૉપ ન્યૂઝ