આંધ્રમાં ટીડીપી કાર્યકરનો કિશોરી પર બળાત્કાર, કિશોરી 3 મહિનાની પ્રેગનેન્ટ

News18 Gujarati
Updated: May 13, 2018, 4:14 PM IST
આંધ્રમાં ટીડીપી કાર્યકરનો કિશોરી પર બળાત્કાર, કિશોરી 3 મહિનાની પ્રેગનેન્ટ
પ્રતિકાત્મક તસવીર (ન્યૂઝ 18 ક્રિએટીવ)

  • Share this:
આંધ્રપ્રદેશના ગંતુરમાં એક 14 વર્ષની કિશોરી પર બળાત્કારની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કિશોરીના પેટમાં હાલમાં ત્રણ મહિનાનો ગર્ભ છે. બળાત્કારનો આરોપ ટીડીપી કાર્યકર પર લગાવવામાં આવ્યો છે.

અહીં 14 વર્ષની એક કિશોરી ઘરે કામ કરતાં કરતાં અચાનક ઢળી પડી હતી. તેના માતાપિતા તેને હોસ્પિટલ લઈને ગયા હતા ત્યારે ડોક્ટરે તેમને જાણ કરી હતી કે તેણી ત્રણ મહિનાની પ્રેગનેન્ટ છે. કિશોરીના માતાપિતાએ તેની પૂછપરછ કરતા તેણે પાડોશમાં રહેતા ટીડીપી કાર્યકરે બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સ્વીકારી હતી. કિશોરીએ તેના માતાપિતાને જણાવ્યું હતું કે ટીડીપીના કાર્યકરે તેના પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેણે તેને ચૂપ રહેવા માટે રૂ. 100 પણ આપ્યા હતા.

કિશોરી પર બળાત્કાર ગુજારનાર 43 વર્ષીય આરોપીનું નામ મબુબ વાલી છે. તે કિશોરીના પરિવારનો પરિચિત છે. તેણે સોફ્ટ ડ્રિંક પીવડાવવાની લાલચ આપીને કિશોરી પર બળત્કાર ગુજાર્યો હતો. બાદમાં વાલીએ તેના પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીને તેણે કોઈને આ વાત ન કહેવા માટે ધમકાવી હતી.

કિશોરીની બહેને પોલીસને જણાવ્યું હતું કે વાલી ટીડીપી પાર્ટી સાથે જોડાયેલો છે. તેણે તેના અને તેના પતિના વણસેલા સંબંધો અંગે દરમિયાનગીરી કરવાની પણ ઓફર કરી હતી. તેણે મને અને મારા પરિવારને મદદ કરવાનું વચન આપ્યું હતું. તે ધમકી આપીને મારી બહેનનું શોષણ કરી રહ્યો હતો. તેના ઘરે સંતાનો છે, એટલું જ નહીં તેના સંતાનોને પણ સંતાન છે.

જોકે, હજુ સુધી ત્રણ મહિનાના ગર્ભ અંગે શું નિર્ણય લેવાયો છે તે જાણી શકાયું નથી. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં 60 વર્ષીય હાથરીક્ષા ચાલકે એક નવ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.
First published: May 13, 2018, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading