Home /News /national-international /Andheri East Byelection Result: મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથના ઋતુજા લટકેની જીત, બીજા નંબર પર નોટા

Andheri East Byelection Result: મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથના ઋતુજા લટકેની જીત, બીજા નંબર પર નોટા

andheri east byelection result

મુંબઈની અંધેરી ઈસ્ટ વિધાનસભા પેટાચૂંટણી શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથની ઋતુજા લટકે ભારે મતના અંતરથી વિજયી બન્યા છે.

    મુંબઈ: મુંબઈની અંધેરી ઈસ્ટ વિધાનસભા પેટાચૂંટણી શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથની ઋતુજા લટકે ભારે મતના અંતરથી વિજયી બન્યા છે. ઋતુજા લટકેને કુલ 66 હજાર 247 વોટ પડ્યા હતાં. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે, બીજા નંબર પર નોટાને વોટ મળ્યા છે. નોટાના નામ પર 12 હજાર 776 વોટ રહ્યા હતા. ત્રીજા નંબર પર અપક્ષ રાજેશ ત્રિપાઠી રહ્યા હતા, તેમને 1 હજાર 569 વોટ મળ્યા હતા. દાદરના શિવસેના ભવન અને અંધેરી વિસ્તારમાં ઠાકરે જૂથના શિવસૈનિક જશ્ન મનાવી રહ્યા છે અને શિંદે જૂથ વિરુદ્ધ 50 ખોખા, એકદમ ઓકેના નારા લગાવી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા આ જીત ઠાકરે જૂથ માટે ઉત્સાહ ભરવાનું કામ કરશે.

    આ પણ વાંચો:  2017ની ચૂંટણી પછી પાંચવાર પેટાચૂંટણી યોજાઈ, ભાજપે કોંગ્રેસનો કિલ્લો તોડ્યો

    તેની પાછળનું મહત્વનું કારણ એ છે કે, શિવસેનામાં ફાડ પડ્યા બાદ શિવસેનાનું નામ અને તેના ચૂંટણી ચિન્હ ધનુષબાણ હાથમાંથી નિકળી ગયું છે. ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે રાખ્યું છે અને નવું ચૂંટણી ચિન્હ મશાલ હતું. ઓછા સમયમાં એક ચૂંટણી ચિન્હ સાથે મતદારો પાસે જવું અને તેમાં પોતાની પહોંચ વધારવી બહું અઘરુ કામ છે, જો કે ઉદ્ધવ ઠાકરે જૂથે આ જીત મેળવીને તે સાબિત કરી દીધું છે. શિંદે જૂથની બગાવત બાદ ઠાકરે જૂથની આ પ્રથમ જીત છે.

    આ પણ વાંચો: ચૂંટણી પરિણામ 2022: બિહારની મોકામા સીટ પર RJDની જીત, સાતમાંથી 4 પર ભાજપની લીડ

    ભાજપ દ્વારા ઉમેદવાર પરત ખેંચતા આ ચૂંટણી ઔપચારિક હતી


    જો કે એ સચ્ચાઈ છે કે, ભાજપે દિવંગત ધારાસભ્ય રમેશ લટકેની વિધવા ઋતુજા લટકેના સમર્થનમાં પોતાના ઉમેદવારની અરજી પરત ખેંચી હતી. તેથી આ ચૂંટણી ફક્ત ઔપચારિક હતી. શિંદે જૂંથે પહેલાથી જ ભાજપ ઉમેદવારના સમર્થનમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો નહોતો. જો કે, શિવસેના ઠાકરે જૂથ જીત માટે ભાજપને શ્રેય આપવા તૈયાર નથી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: મુંબઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन