સમયથી બે દિવસ પહેલા જ અંડમાન-નિકોબાર પહોંચ્યું ચોમાસું

News18 Gujarati
Updated: May 19, 2019, 5:37 PM IST
સમયથી બે દિવસ પહેલા જ અંડમાન-નિકોબાર પહોંચ્યું ચોમાસું
પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગે એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, સાઉથ અંડમાન સી, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસુ સમય કરતા પહેલા પહોંચી ગયું

  • Share this:
દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ અંડમાન સાગર, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર દ્વીપ સમૂહ પર શનિવારે દસ્તક આપી દીધી છે. અહીં 20મેના રોજ મોનસૂન પહોંચવાનો અંદાજ હતો, પરંતુ બે દિવસ પહેલા જ પહોંચી ગયું છે.

ઈન્ડીયા મીટીરિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) એટલે કે ભારતીય હવામાન વિભાગે એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, સાઉથ અંડમાન સી, દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસુ સમય કરતા પહેલા પહોંચી ગયું છે.

નિવેદનમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, ચોમાસાના દસ્તક દેવાના કારણે નિકોબાર દ્વીપ સમૂહમાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે અધિકારીઓને કહ્યું કે, અંડમાન સીમાં સમય પહેલા ચોમાસુ આવવાથી કેરળમાં ચોમાસાની દસ્તકના ટાઈમિંગ પર કોઈ અસર નહીં પડે.
First published: May 19, 2019
વધુ વાંચો
अगली ख़बर