Home /News /national-international /NMACCની ઓપનિંગ સેરેમનીમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ દેખાયા

NMACCની ઓપનિંગ સેરેમનીમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ દેખાયા

anant ambani radhika merchant (1)

Anant Ambani Radhika Merchant: મુંબઈમાં નીતા અંબાણીના NMACC લૉન્ચ સેરેમનીમાં તેઓની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને પુત્ર અનંત અંબાણી પણ સજીધજીને પહોંચ્યા હતા.

મુંબઈમાં નીતા અંબાણીના NMACC લૉન્ચ સેરેમનીમાં તેઓની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને પુત્ર અનંત અંબાણી પણ સજીધજીને પહોંચ્યા હતા. આ કપલ ઓલ-બ્લેક પોશાકમાં જોવા મળ્યું હતું. બંને પતિપત્નીએ પરંપરાગત  વસ્ત્રો પહેર્યા હતા. અનંત અંબાણી કુર્તા-પાયજામામાં શોભી રહેલા જોઈ શકાય છે, જ્યારે રાધિકા મર્ચન્ટે પણ બ્લેક સાડી પહેરેલી હતી. આ કપલે સ્થળે પહોંચીને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો હતો. બીજી તરફ, અનંત અંબાણીએ ચાંદીના બટન અને બ્રોચ પણ સરસ રીતે લગાવ્યા હતા.








આ જોડી પહેલા બિઝનેસમેન અને નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા પણ  ઈવેન્ટમાં પહોંચ્યા હતા. પિતા-પુત્રીની જોડી પણ સાંસ્કૃતિક પોશાક પહેરીને આવેલી દેખાઈ હતી. ઈશા સુંદર શ્વેત વસ્ત્રોમાં જોવા મળી હતી, જ્યારે તેના પિતા કાળા સૂટમાં જોવા મળ્યા હતા.



શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ પણ આ ખાસ પ્રસંગે ફોટો પડાવ્યો હતો, બંનેએ સુંદર પોશાક પહેર્યો હતો. આકાશે ગ્રીન કુર્તા કોમ્બો પહેર્યો હતો જ્યારે શ્લોકાએ સાડી પહેરી હતી.






ઉલ્લેખનીય છે કે 19 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની ગોળધાણા રસમથી  સગાઈ થઈ હતી.




First published:

Tags: Ambani Family, Anant Ambani, Mumbai News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો