દેશના સૌથી મોટા બિઝનેસમેન અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કપલ ટૂંક સમયમાં જ ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ વેડિંગ સેરેમનીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ જ પરિપેક્ષમાં મંગળવારે મહેંદી સેરેમની પણ યોજાઇ હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ અને રાધિકા મર્ચન્ટની સગાઈ 19 જાન્યુઆરીને ગુરુવારે થશે. મહેમાનોને ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેરવાનું કહેવામાં આવ્યું છે. મંગળવારે મહેંદીની વિધિ સાથે ઉત્સવની શરૂઆત થઈ, જેના ફોટા વાયરલ થયા છે.
મહેંદીમાં રાધિકા મર્ચન્ટે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાના અદભૂત કસ્ટમ-મેઇડ ગુલાબી લહેંગા પહેર્યા હતા. રાધિકા મર્ચન્ટે મહેંદીના શુભ અવસર પર સુંદર પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. ઈન્ટરનેટ યુઝર્સ આ આઉટફિટની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે
2019 ની ફિલ્મ “ કલંક” ના ગીત “ઘર મોરે પરદેસીયા” પર દુલ્હનના પરફોર્મન્સની એક સ્નિપેટ સોશિયલ મીડિયા પર ઉભરી આવી છે. તેણીની સાસુ નીતા અંબાણીની જેમ, રાધિકા મર્ચન્ટ પણ એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. મુંબઈ સ્થિત નૃત્ય અકાદમી શ્રી નિભા આર્ટ્સની ગુરુ ભાવના ઠાકરની તેઓ વિદ્યાર્થીની હતી અને તેમણે ત્યાં આઠ વર્ષ સુધી શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી.
મહેંદી સેરેમની દરમિયાન રાધિકા મર્ચન્ટ સુંદર લહેંગામાં જોવા મળી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે. ઈન્ટરનેટ યુઝર્સ આ તસવીરો જોઈને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર