ઉત્તર પ્રદેશમાં રામ નાઇકના સ્થાને આનંદીબેન પટેલને બનાવાયા રાજ્યપાલ

News18 Gujarati
Updated: July 20, 2019, 2:32 PM IST
ઉત્તર પ્રદેશમાં રામ નાઇકના સ્થાને આનંદીબેન પટેલને બનાવાયા રાજ્યપાલ
આનંદીબેન પટેલની ફાઇલ તસવીર

બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા

  • Share this:
મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. લાલજી ટંડનને બદલે ફગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી આ વાતને લઈ ચર્ચા ચાલી રહી હતી કે દેશભરના અનેક રાજ્યોમાં રાજ્યપાલોની ટ્રાન્સફર થઈ શકે છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક (85 વર્ષીય)ને આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને મધ્ય પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન ણટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, નર્મદામાં પાણી છોડવા મુદ્દે રૂપાણીનો કમલનાથ પર વાર : વિષમ સ્થિતિમાં ગંદુ રાજકારણ ન રમો

આ ઉપરાંત જગદીપ ધનખરને પશ્ચિમ બંગાળ અને રમેશ વૈશ્યને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આરએન રવિને નાગાલેન્ડના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.

નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પર આપવામાં આવી છે. નોંધનીય છે કે, નિયુક્તિઓ એ તારીખોથી પ્રભાવી થશે જ્યારે તેઓ પોતાના સંબંધિત કાર્યાલયોનો પ્રભાર ગ્રહણ કરે છે.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગ, મોર ચોરીના આરોપમાં વૃદ્ધની હત્યા
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading