Anandi Gopal Birthday : સમાજની નિંદા સહન કરી બની હતી દેશની પ્રથમ મહિલા ડોક્ટર

Anandi Gopal Birthday : સમાજની નિંદા સહન કરી બની હતી દેશની પ્રથમ મહિલા ડોક્ટર
ફાઇલ તસવીર

9 વર્ષની આનંદીબાઈના લગ્ન 25 વર્ષીય ગોપાલરાવ જોશી સાથે થયા હતા.

  • Share this:
સમગ્ર દેશને ગૌરવ અપાવનારી મહિલા આનંદી ગોપાલ જોશીનો જન્મ 31 માર્ચ 1865ના રોજ પૂણે ખાતે થયો હતો. 19મી સદીમાં મહિલાઓને શિક્ષણ મળવું એ ભાગ્યે જ જોવા મળતું હતું. ત્યારે તે સમયે ડોક્ટર બનીને વિદેશથી પરત ફરેલી આનંદી ગોપાલના જીવન પર ઘણા નાટકો અને ફિલ્મો બની ચુકી છે.

આનંદીનો પરિવાર રૂઢિવાદી હતો. આનંદીના લગ્ન માત્ર 9 વર્ષની વયે થઇ ગયા હતા, જે બાદ તેઓ આનંદી ગોપાલ જોશી તરીકે ઓળખાયા. તેમની યાદમાં ગૂગલે પણ ડૂડલ બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આનંદીની ડોક્ટરબનવાની કહાની ખૂબ જ રોચક છે.25 વર્ષના ગોપાલ સાથે આનંદીના લગ્ન

9 વર્ષની આનંદીબાઈના લગ્ન 25 વર્ષીય ગોપાલરાવ જોશી સાથે થયા હતા. ચર્ચિત ઉપન્યાસકાર જનાર્દન જોશીએ આનંદી જોશીની જીવની લખી હતી. જેનો હિન્દી સહિત ઘણી ભાષાઓમાં અનુવાદ થયો હતો. તેમણે લખ્યું છે કે, "ગોપાલની જીદ હતી કે, તેઓ પોતાની પત્નીને વધુમાં વધુ ભણાવશે. તેમણે પોંગાપંથી બ્રાહ્મણ સમાજની નિંદાને સહન કરીને પોતાની પત્નીને વિદેશ મોકલી હતી. જે બાદ ગોપાલે તેમની પત્નીને ભારતના પ્રથમ ડોક્ટર બનાવીને ઇતિહાસ રચ્યો હતો."

લગ્ન માટે રાખવામાં આવી હતી આ શરત

જનાર્દન જોશીએ લખ્યું છે કે, ગોપાલરાવે આનંદી સાથે એ શરતે લગ્ન કર્યા હતા કે, આનંદી ભણતર પૂર્ણ કરે. જોકે, મુશ્કેલી તો એ હતી કે આનંદીને તો અક્ષર જ્ઞાન પણ નહોતું. જેથી ગોપાલે આનંદીને કક્કાથી ભણાવવાનું હતું. જયારે બીજી તરફ આનંદીના ઘરવાળા પણ આ નિર્ણયથી રાજી નહોતા.

હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ, જાણી લો તેનું ભાડું, સમય અને સુવિધા

ભણતર સાથે જોડાયેલો હતો અંધવિશ્વાસ

તે સમયે અંધવિશ્વાસ હતો કે, જે મહિલા ભણે છે તેનો પતિ મરી જાય છે, જેના કારણે આનંદીને પણ ભણવામાં રસ નહોતો. જોકે, ગોપાલ આનંદીને ટોકીને ભણાવતા હતા. એક વખતે ગોપાલે આનંદીને ભણાવતા દરમિયાન ધમકી આપી હતી કે, જો તે નહીં ભણે તો તેઓ ધર્મ પરિવર્તન કરી લેશે. જોશીએ ઉપન્યાસમાં લખ્યું છે કે, આનંદી ચંચળ અને પ્રતિભાવાન હતી. જોશીએ આગળ લખ્યું છે કે, ગોપાલ આનંદી માટે આગામી વર્ગના પુસ્તકો લેવા માટે બહાર ગયા હતા. જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે આનંદી રમતી હતી. આ જોઈને ગોપાલ ગુસ્સે થયા, તો આનંદીએ કહ્યું, 'મેં બધા પુસ્તકો વાંચી લીધા છે.'

ગુજરાત પ્રદેશ પ્રમુખનો નવો સ્ટ્રોક: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારો માટે 'નો રિપિટ'નું કાર્ડ ફેંક્યું

એક ઘટના અને રચ્યો ઇતિહાસ

આનંદી જોશી 14 વર્ષની ઉંમરે માતા બન્યા હતા. જોકે, માત્ર 10 દિવસમાં તેમણે પોતાના સંતાનને ગુમાવી દીધું હતું. જે બાદ તેમણે પ્રણ લીધા કે તેઓ જરૂર ડોક્ટર બનશે. આ સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતિએ તેમનો સંપૂર્ણ સાથ આપ્યો.

રેડક્લિફ બર્થડે : જેને નકશા અંગે પણ નહોતી ખબર, તેણે ખેંચી ભારત-પાક વિભાજનની રેખા

તે સમયે પરિણીત મહિલાનું અમેરિકા જઈને ભણવું મુશ્કેલ હતું. છતાં તેઓ કલકત્તાથી સ્ટીમરમાં ન્યુયોર્ક ગયા. તેમણે પેંસિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં દુનિયાના બીજા મેડિકલ પ્રોગ્રામમાં એડમિશન લીધું. જે બાદ તેમણે 1886માં MDની ડિગ્રી મેળવી ભારતની પ્રથમ મહિલા ડોક્ટર બનીને કીર્તિમાન સ્થાપ્યો હતો. તેઓ જ્યારે ભારત પરત ફર્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની કોલ્હાપુરના એલબર્ટ એડવર્ડ હૉસ્પિટલના મહિલા વોર્ડમાં પ્રભારી ડૉક્ટર તરીકે નિમણૂંક કરાઈ હતી.તેમનું માત્ર 22 વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું

ઉલ્લેખનીય છે કે, ડિગ્રી અને નિયુક્તિ મેળવ્યાના થોડા જ સમય બાદ માત્ર 22 વર્ષની ઉંમરે 26 ફેબ્રુઆરી 1887ના રોજ ક્ષયના કારણે આનંદીનું અવસાન થયું. તેઓ એક ડૉક્ટર તરીકે પોતાની સેવા નહોતા આપી શક્યા. જોકે, કાદમ્બિની ગાંગુલી દેશની એવી પ્રથમ મહિલા ડૉક્ટર છે, જેમણે ડૉક્ટર તરીકે સેવા આપી છે. મહત્વનું છે કે, વર્ષ 1888માં અમેરિકી લેખક કેરોલીન વેલ્સ હીલી ડેલે આનંદીબાઈની પ્રથમ બાયોગ્રાફી લખી હતી.
Published by:News18 Gujarati
First published:March 31, 2021, 10:48 am

ટૉપ ન્યૂઝ