Home /News /national-international /તારાપુર અકસ્માત: પીએમ, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ લીધી નોંધ; મૃતકનોના સ્વજનોને PMNRFમાંથી બે-બે લાખની સહાય

તારાપુર અકસ્માત: પીએમ, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ લીધી નોંધ; મૃતકનોના સ્વજનોને PMNRFમાંથી બે-બે લાખની સહાય

તારાપુરના સર્કલ પી.આઈ, આર.એન.વિરાણીનાં જણાવ્યાં પ્રમાણે, અકસ્માત બાદ 20 વર્ષીય ટ્રક ચાલક રાજા બગલની (રહે, નાર, મધ્યપ્રદેશ) ધરપકડ કરવામાં આવી છે. હાલમાં અકસ્માત કેવી રીતે બન્યો તે અંગેની પૂછપરછ રારૂ કરાઈ છે. ટ્રક ચાલકના કોરોના રિપોર્ટ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, ઇકો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇકો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇકોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઇકો કારમાંથી મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

આણંદના તારાપુર (Tarapur Eeco car and Truck accident) પાસે પર થયેલા અકસ્માતના સમાચાર જાણીને અત્યંત વ્યથિત છું: અમિત શાહનું ટ્વીટ

આણંદ: આણંદ જિલ્લા (Anand district Tarapur accident)માં આજે વહેલી સવારે થયેલા અકસ્માતની નોંધ વડાપ્રધાન કાર્યાલય (PMO) અને દેશના રાષ્ટ્રપતિ (President)એ લીધી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (Prime Minister's National Relief Fund)માંથી દરેક મૃતકના નજીકના સ્વજનને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તારાપુર પાસે આજે વહેલી સવારે થયેલા અકસ્માત (Tarapur Eeco and Truck accident)માં એક જ પરિવારના નવ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે રાષ્ટ્રપતિએ ટ્વીટ કરતા લખ્યું છે કે, આણંદમાં અકસ્માતનો બનાવ ખૂબ જ પીડાદાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) તરફથી પણ કલેક્ટરને આદેશ કરાયો છે કે પરિવારને તમામ મદદ કરવામાં આવે. ગુજરાત સરકાર તરફથી પણ બહુ ઝડપથી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અકસ્માત અંગે ટ્વીટ કર્યું છે કે એક જ પરિવારના આટલા સભ્યોનાં મોત થયા તે સમાચાર ખરેખર વિચલિત કરી દે તેવા છે.

પીએમઓનું ટ્વીટ:

વડાપ્રધાન કાર્યાલય તરફથી પીએમ મોદી વતી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, "ગુજરાતના આણંદ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યાનું જાણીને દુઃખ પહોચ્યું છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના નજીકના સ્વજનને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે."

રાષ્ટ્રપતિનું ટ્વીટ:

આણંદના અકસ્માત મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "ગુજરાતના આણંદ જિલ્લામાં રોડ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત એક જ પરિવારના અનેક સભ્યોનાં મૃત્યુના સમાચાર ખૂબ જ પીડાદાયક છે. શોકમાં ડૂબી ગયેલા પરિજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના."

વિચલિત કરી દે તેવા સમાચાર: અમિત શાહ

આ મામલે ટ્વીટ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ છે કે, "આણંદના તારાપુર હાઇવે પર થયેલ અકસ્માતના સમાચાર જાણીને અત્યંત વ્યથિત છું. આ અકસ્માતમાં એક જ પરિવારના 11 સભ્યોએ જીવ ગુમાવ્યાના સમાચાર વિચલિત કરી દે એવા છે. ભગવાન મૃતકોની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ."

ભોગ બનેલા લોકોને યોગ્ય મદદ પુરી પાડવા મુખ્યમંત્રીની સૂચના

આણંદ જિલ્લામાં થયેલા અકસ્માત મામલે સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું. CMએ લખ્યું છે કે, "આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ..."

આ પણ વાંચો: તારાપુર નજીક ટ્રકે ઇકો કારને અડફેટે લીધી, 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારની અંદર જ લાશોનો ખડકલો થયો, નીચે જુઓ તસવીરો



અકસ્માતમાં નવ લોકોનાં મોત

ટ્રાફિકથી ધમધમતા તારાપુર રોડ (Tarapur road) પર આજે થયેલા ગમખ્વાર અકસ્માત (Tarapur Truck Eeco car accident)માં નવ લોકોનાં મોત થયા છે. પ્રાથમિક વિગતો એવી સામે આવી હતી કે અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. પોલીસે અકસ્માતમાં નવ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિવાર ભાવનગર (Bhavnagar)નો હોવાનું સામે આવ્યું છે. તેમજ પરિવાર ભાવનગરથી સુરત જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં 18 વર્ષથી મોટી ઉંમરના સાત લોકો અને 18 વર્ષથી નાની ઉંમરના બે લોકો હોવાનું સામે આવ્યું છે.
" isDesktop="true" id="1105569" >

મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. સવારે છ વાગ્યાની આસપાસ ઇકો કાર (Eeco car) અને ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે અડધી ઈકો કાર ટ્રક નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માત બાદ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
First published:

Tags: Amit shah, Anand, Road accident, અકસ્માત, ટ્રક, પીએમ મોદી, મોત, રાષ્ટ્રપતિ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો