Home /News /national-international /

ખેડૂત સાથે ગેરવર્તનનો વીડિયો જોઇ Anand Mahindra થઇ ગયા રાતાપીળા

ખેડૂત સાથે ગેરવર્તનનો વીડિયો જોઇ Anand Mahindra થઇ ગયા રાતાપીળા

આનંદ મહિન્દ્રાની ફાઈલ તસવીર

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેઓ રમૂજ વીડિયો તથા પ્રેરણાત્મક પોસ્ટ મૂક્તા રહે છે. સાથે જ તેઓ સોશિયલ મીડિયા યૂઝર્સની પોસ્ટ પર પ્રતક્રિયાઓ પણ આપતા રહે છે પરંતુ તાજેતરમાં તેઓ એક વીડિયો જોઇ ખુબ જ ગુસ્સામા આવી ગયા હતા.

વધુ જુઓ ...
    મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેઓ રમૂજ વીડિયો (Video) તથા પ્રેરણાત્મક પોસ્ટ મૂક્તા રહે છે. સાથે જ તેઓ સોશિયલ મીડિયા (Social media) યૂઝર્સની પોસ્ટ પર પ્રતક્રિયાઓ પણ આપતા રહે છે પરંતુ તાજેતરમાં તેઓ એક વીડિયો જોઇ ખુબ જ ગુસ્સામા આવી ગયા હતા. આ વીડિયો કર્ણાટકના મહિન્દ્રા શો રૂમનો હતો, જ્યા દેશના ખેડૂત સાથે ગેરવર્તન (Humiliation in Mahindra's SUV Showroom) કરવામાં આવ્યું હતું.

    ખરેખરમાં કર્ણાટકમાં મહિન્દ્રાના શોરૂમમાં એક ખેડૂત સાથે ગેરવર્તણૂકના મામલામાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ નારાજગી વ્યક્ત કરી છે. આનંદ મહિન્દ્રાએ આ અંગે ટ્વિટ કરીને પોતાની કંપનીના મૂલ્યો વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું,‘મહિન્દ્રા રાઈઝનો મૂળ ઉદ્દેશ્ય આપણા સમુદાયો અને તમામ હિતધારકોને ઉપર લાવી સક્ષમ બનાવવાનો છે. અને મુખ્ય મૂલ્ય એ વ્યક્તિનું ગૌરવ જાળવવાનું છે.’

    આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સીઈઓ વિજય નાકરાના ટ્વીટને રીટ્વીટ કરીને આ વાત કહી હતી. નાકરાએ આ ઘટના સાથે સંબંધિત એક ટ્વિટમાં લખ્યું હતું કે,‘ડીલર્સ ગ્રાહક કેન્દ્રિત અનુભવ પ્રદાન કરવાનો અભિન્ન ભાગ છે અને અમે અમારા તમામ ગ્રાહકોના સન્માન અને ગૌરવની ખાતરી કરીએ છીએ. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને ફ્રન્ટલાઈન સ્ટાફના કાઉન્સેલિંગ અને તાલીમ સહિત કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં યોગ્ય પગલાં લઈશું’.



    આ પણ વાંચો: Padma Awards 2022: કર્મચારીઓને ફ્લેટ-મર્સિડીઝ ભેટ આપનાર સવજી ધોળકિયાને પદ્મશ્રી

    શું હતો મામલો

    તમને જણાવી દઈએ કે કંપની તરફથી આ સ્પષ્ટતા કર્ણાટકના તુમકુરુમાં મહિન્દ્રાના શોરૂમમાં એક ઘટના બાદ સામે આવી છે. જ્યાં એક ખેડૂત સાથે તેના પોશાકના આધારે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ખરેખરમાં કેમ્પેગૌડા નામનો ખેડૂત તેના મિત્રો સાથે મહિન્દ્રાના SUV શોરૂમમાં તેની પસંદગીની કાર ખરીદવા આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર એક સેલ્સમેને તેમની વેશભૂષા તોઇ તેમની સાથે એવી રીતે વર્તન કર્યું કે તે ખેડૂત કાર ખરીદી શક્યો નહીં. સેલ્સમેને કહ્યું,‘10 લાખ રૂપિયા દૂર તમારા ખિસ્સામાં 10 રૂપિયા પણ નહીં હોય.’ આ પછી શોરૂમમાંથી બહાર નીકળતા પહેલા ખેડૂત અને તેના મિત્રોએ કહ્યું કે જો તેઓ રોકડ લાવે તો આજે ડિલિવરી થઈ જશે. આના પર શોરૂમ એક્ઝિક્યુટિવ સંમત થયો અને ખેડૂત 30 મિનિટમાં 10 લાખ રૂપિયા રોકડા લઈને શોરૂમમાં પાછો આવ્યો હતો.

    આ પણ વાંચો: UP Election: RPN સિંહના જતા જ કોંગ્રેસમાં ધડાધડા રજીનામાં પડ્યા!

    ઉલ્લેખનિય છે કે, આનંદ મહિન્દ્રા મોટા ભાગે દેશના તમામ વર્ગના લોકોનો આદર કરે છે અને ગરીબ તથા દેશનું ગૌરવ વધારનાર લોકોને પ્રોત્સાહન પણ આપે છે સાથે જ તેઓ દેશના લોકોની પ્રતિભાને આગળ લાવવા માટે પણ અનેકવાર ટ્વીટ કરતા રહે છે. તેમની કંપનીના શોરૂમમાં આ પ્રકારની ઘટના સામે આવતા તેઓ ખુબ જ ગુસ્સામાં આવી ગયા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Anand mahindra, આનંદ મહિન્દ્રા

    આગામી સમાચાર