આનંદ મહિન્દ્રાએ શેર કરી તસવીર, કહ્યું- મને લાગે છે કે મિલેનિયલ્સ આ નહીં ઓળખી શકે!

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ટ્વિટર પર ધૂમ મચાવે છે

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ટ્વિટર પર ધૂમ મચાવે છે

  • Share this:
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે. તેમની પોસ્ટ ટ્વિટર પર ધૂમ મચાવે છે. ત્યારે 13 મે ના રોજ મહિન્દ્રાએ મિલેનિયલ્સ માટે એક ટાસ્ક શેર કર્યો હતો. તેમણે એક ઓબ્જેક્ટનો ફોટો શેર કરી તેને ઓળખી બતાવવા કહ્યું હતું. આ ફોટો પોસ્ટ કરવાની સાથે તેમણે લખ્યું કે, કોઈ મિલેનિયલ આ તસ્વીરને ઓળખી શકશે નહીં. જોકે, તેમના માટે આ સરળ છે. આ ફોટામાં ચાર એન્ટેનાથી બંધાયેલ એલ્યુમિનિયમ ગોળો છે.

શું તમે ચેલેન્જ લેવા માંગો છો? શું તમે અહીં તસવીરમાં રહેલા પદાર્થને ઓળખી શકો છો? ઘણા લોકો આ ઓબ્જેક્ટને ઓળખી શક્યા નથી. જોકે, કેટલાકે તેને ઓળખી કાઢ્યું છે. આ ઓબ્જેક્ટ સ્પુતનિક 1 સેટેલાઇટ છે. જેને 1957માં 4 ઓક્ટોબરે સોવિયેત યુનિયને લોન્ચ કર્યો હતો. સ્પુતનિક 1 વિશ્વનો સૌથી પહેલો કૃત્રિમ સેટેલાઇટ હતો.

સેટેલાઇટ સ્પુતનિક 1નું નામ રશિયન શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું. જે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર બાબત હતી. આ સેટેલાઇટનું વજન 83 કિલો હતું. અત્યારના સેટેલાઇટની સરખામણીએ આ સેટેલાઇટ ખૂબ નાનો એટલે કે માત્ર 23 ઇંચનો જ હતો. અત્યારે મહામારીના સમયમાં રશિયાએ કોવિડ 19થી રક્ષણ આપતી રસી સ્પુતનિક V બનાવી છે. ભારતીય બજારમાં આ રસી આવી ચુકી છે. સરકારે ગત 12 એપ્રિલે ઇમરજન્સી ઉપયોગ માટે રસીને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો - LICના આ પ્લાનમાં નાખો પૈસા, માસિક ખર્ચની ચિંતા નહીં, દર મહિને મળશે 9000 રૂપિયાઉલ્લેખનીય છે કે, રશિયન રસીનો પ્રથમ જથ્થો 1.50 લાખ ડોઝ સાથે આવી ગયો છે. ડ્રગ રેગ્યુલેટર અત્યારે સેફટી પ્રોટોકોલ તપાસી રહ્યા છે. સ્પુતનિક V કોરોના સામે 91.6 ટકા અસરકારક હોવાનું કહેવાય છે. આ રસીનો ભારતના રસીકરણ અભિયાનમાં ઉપયોગ થશે.

દેશમાં અત્યારે કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. ગત મહિનાની સરખામણીએ ચાલુ મહિને કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે દરરોજ 3 લાખ જેટલા કેસ નોંધાય છે.
First published: