Home /News /national-international /ઘરની છત પર ઉભી કરી દીધી 'Scorpio',દીવાનગી જોઈ મહિન્દ્રાએ કહી આવી વાત

ઘરની છત પર ઉભી કરી દીધી 'Scorpio',દીવાનગી જોઈ મહિન્દ્રાએ કહી આવી વાત

કાર પ્રેમીઓમાં મહિન્દ્રા સ્કોર્પિયોને લઈને અલગ જ લેવલની દિવાનગી જોવા મળે છે

કાર પ્રેમીઓમાં મહિન્દ્રા સ્કોર્પિયોને લઈને અલગ જ લેવલની દિવાનગી જોવા મળે છે

    ભાગલપુર/પટના : કાર પ્રેમીઓમાં મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio)ને લઈને અલગ જ લેવલની દિવાનગી જોવા મળે છે. તેમના માટે સ્કોર્પિયો કાર ખરીદવી કોઈ સપનાથી ઓછું નથી. આ દરમિયાન બિહારના ભાગલપુરના રહેવાસી એક વ્યક્તિએ સ્કોર્પિયોને લઈને એવી દિવાનગી બતાવી છે કે આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra)તેના માટે ટ્વિટ કર્યું હતું.

    સ્કોર્પિયો પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે ભાગલપુરના ઇંતસાર આલમે પોતાની પ્રથમ કારના આકારમાં પોતાના ઘરની છત પર એક પાણીની ટાંકી બનાવી છે. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે સ્કોર્પિયોવાળી પાણીની ટાંકીમાં તે જ નંબર પ્લેટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ઇંતસારની એસયૂવીમાં છે. સ્કોર્પિયો આકારની પાણીની ટાંકીવાળી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

    આ પાણીની ટાંકી બનાવવા માટે ઇંતસારે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સ્કોર્પિયો આકારની પાણીની ટાંકી બનાવવાનો વિચાર ઇંતસારની પત્નીનો છે. તેણે આગ્રામાં આવું જોયું હતું જે પછી તેના પતિને આ વિશે વાત કરી હતી. ઇંતસાર પોતાના ઘરની છત પર આ પ્રકારની ટાંકી લગાવવા તૈયાર થયો હતો.

    આ પણ વાંચો - આઇપીએલમાં ધોની કેમ ખેલાડીઓને આપતો હતો પોતાની CSKની જર્સી, માહીએ કર્યો ખુલાસો





    આનંદ મહિન્દ્રાએ લખ્યું - આ દિવાનગીને સલામ

    મહિન્દ્રા ગ્રૂપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ ઇંતસારની છત વાળી સ્કોર્પિયોની ફોટો મુકીને ટ્વિટ કર્યું છે કે સ્કોર્પિયો રાઇઝિંગ ટૂ ધ રુફટોપ એટલે કે સ્કોર્પિયો આજે ઉંચાઇની સીડીઓ પર ચડી જ ગઈ. તેમણે લખ્યું કે આ પ્રકારના આઇડિયા માટે ગૃહ સ્વામીને સલામ.
    First published:

    विज्ञापन