આનંદ મહિન્દ્રા પત્નીને આ રેસ્ટોરન્ટમાં ક્યારેય નહીં લઈ જાય! જાણો કારણ

આનંદ મહિન્દ્રાની ટ્વિટ પરથી લાગી રહ્યું છે કે તેમને આ તસવીર તેમના વોટ્સએપ નંબર પર મળી હશે.

News18 Gujarati
Updated: February 1, 2019, 11:19 AM IST
આનંદ મહિન્દ્રા પત્નીને આ રેસ્ટોરન્ટમાં ક્યારેય નહીં લઈ જાય! જાણો કારણ
આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરેલી તસવીર
News18 Gujarati
Updated: February 1, 2019, 11:19 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : એક સફળ ઉદ્યોગપતિની સાથે સાથે આનંદ મહિન્દ્ર એક સક્રિય Tweeple (ટ્વિટરનો ઉપયોગ કરનાર) પણ છે.

તાજેતરમાં જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટ કરીને લોકોને સોશિયલ મીડિયા પર કારના નવા મોડલનું નામ પૂછ્યું હતું. જે બાદમાં તેમને લોકો તરફથી ખૂબ પ્રતિભાવ મળ્યો હતો.

હવે તેઓ ફરીતી ટ્વિટર પર છવાયા છે. આનંદ મહિન્દ્રાએ ચીનની એક રેસ્ટોરન્ટના મેનુની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ગ્રામરની ભૂલને કારણે અર્થનો અનર્થ થયેલો જોઈ શકાય છે.

મેનુમાં જે ડિશ આપવમાં આવી છે તેનું નામ છે, "delicious roast husband" (સ્વાદિષ્ટ શેકેલો પતિ). તમે ફરીથી વાંચશો પણ તમે જે પહેલા વાંચ્યું હતું તે સાંચુ જ હતું!

આ અંગે ટ્વિટ કરતા આ આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે, "હું મારી પત્ની સાથે આ રેસ્ટોરન્ટમાં જતા પહેલા બે વખત વિચાર કરીશ. હું નથી ઈચ્છતો કે મારી પત્નીના દિમાગમાં કોઈ રચનાત્મક વિચાર આવે."

આનંદ મહિન્દ્રાની ટ્વિટ પરથી લાગી રહ્યું છે કે તેમને આ તસવીર તેમના વોટ્સએપ નંબર પર મળી હશે. તેમણે આ તસવીર ટ્વિટ કરતા #WhatsAppWonderbox હેઝ ટેગ આપ્યું છે.

આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પસંદ કર્યું હતું.
First published: February 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...