અમારી બોર્ડ મિટિંગોમાં હવે પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ: આનંદ મહિન્દ્રા

મહિન્દ્રા કંપનીનાં ચેરમેન આનંદ મહિન્દ્રાનાં આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની પ્રશંસા કરી હતી. 

News18 Gujarati
Updated: July 17, 2019, 11:04 AM IST
અમારી બોર્ડ મિટિંગોમાં હવે પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ: આનંદ મહિન્દ્રા
બોર્ડ મિટિંગમાં દેખાતી સંખ્યાબંધ પ્લાસ્ટિકની બોટલો
News18 Gujarati
Updated: July 17, 2019, 11:04 AM IST
મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરી જાહેર કર્યુ કે, હવે પછી તેમની કોર્પોરેટ બોર્ડ મિટિંગોમાં પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ નહીં થાય અને પર્યાવરણને બચાવવા માટે આ નિર્ણય લીધો છે.

મહત્વની વાત એ છે કે, આનંદ મહિન્દ્રાએ તેમની બોર્ડ મિટિંગનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. આ ફોટો જોઇ એક ટ્વીટર યુઝરે તેમનું ધ્યાન દોર્યુ હતું કે, તેમની બોર્ડ મિટિંગમાં કેટલી બધી પ્લાસ્ટિકની પાણીની બોટલો હતી.

આનંદ મહિન્દ્રાએ આ વાતનું ધ્યાન દોરનાર મહિલા યુઝરનો જવાબ આપ્યો હતો.

આ મહિલાએ લખ્યું હતું કે, મને એમ લાગે છે કે, બોર્ડરૂમમાં પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ સ્ટીલની બોટલો હોવી જોઇએ,”

 આનંદ મહિન્દ્રાએ તેમના મૂળ ટ્વીટમાં એમ લખ્યું હતું કે, મારા કેલેન્ડર વર્ષમાં કે.સી.એમ.ઇ.ટી સ્કોલરશીપ માટેની પસંદગીની પ્રક્રિયા ઉત્સાહજનક હોય છે.

 આ યુવાનોની અમાપ શક્તિ અને સ્વ તાકાત પરની તેમની પ્રતિબદ્ધતા ખરેખર ગજબની છે,”

આનંદ મહિન્દ્રાએ પ્લાસ્ટિક બોટલનાં સંદર્ભમાં લખ્યું કે, હવે પછી પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ. એ દિવસે આટલી બધી બોટલો જોઇ અમને પણ ક્ષોભ થયો હતો,”.

આનંદ મહિન્દ્રાનાં આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની પ્રશંસા કરી હતી.
First published: July 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...