Analysis:મોદી સામે પ્રિયંકા, વારાણસીમાં થઈ શકે છે 2019ની સૌથી મોટી ટક્કર!

News18 Gujarati
Updated: January 24, 2019, 3:07 PM IST
Analysis:મોદી સામે પ્રિયંકા, વારાણસીમાં થઈ શકે છે 2019ની સૌથી મોટી ટક્કર!
ફાઇલ તસવીર: પ્રિયંકા અને રાહુલ ગાંધી

વારાણસીનો ઇતિહાસ ચકાસો ચો વર્ષ 1991થી લઈને અત્યારસુધીમાં 2004ને બાદ કરતા આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક છે. ભાજપ માટે આ બેઠક પર વર્ષ 2009ની ચૂંટણી સૌથી વધુ મુશ્કેલ રહી હતી.

  • Share this:
અનિલ રાય

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની આગલી ચાલ શું હશે, શું તેઓ ફક્ત પાર્ટીના પ્રચારની જવાબદારી જ લેશે? કે પછી માતા સોનિયા ગાંધીની સીટ રાયબરેલીથી ચૂંટણી લડી સરળતાથી લોકસભાની ચૂંટણી જીતી જશે, કે પછી વડા પ્રધાન મોદી સામે વારાણસીમાં ટકરાશે? વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે ચૂંટણી લડનાર અજય રાયે પ્રિયંકા ગાંધીને વારાણસીથી ચૂંટણી લડાવાની માંગ કરી પ્રિયંકાની વારાણસીથી ચૂંટણી લડવાની વાતને હવા આપી છે.

ન્યૂઝ 18 પર વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ પણ પ્રિયંકા ગાંધીને વારાણસીથી ચૂંટણી લડાવાય શક્યતા દર્શાવી છે. આ સ્થિતિમાં કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક પ્રિયંકાને વારાણસીથી ચૂંટણી લડાવવાની ચર્ચા થઈ રહી છે. જોકે, કોંગ્રેસ પાર્ટી આ મુદ્દે ખુલીને કંઈ પણ કહેવા રાજી નથી.

આ પણ વાંચો: ચૂંટણી ભાજપ અને મહાગઠબંધન વચ્ચે હશે, કોંગ્રેસ ચિત્રમાં નથી: પ્રશાંત કિશોર

કોંગ્રેસના પ્રવક્તા અખિલેશ સિંહે વારાણસીથી પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની સંભાવનાઓને ફગાવી દીધી છે. તેમણે આ પ્રકારના સમાચારને અફવા ગણાવી છે.


બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પ્રિયંકા ગાંધીને વારાણસીમાં વડા પ્રધાન સામે કોઈ પણ પ્રકારનો પડકાર નથી માનતી.
ભાજપના પ્રવક્તા મણી ત્રિપાઠીનો દાવો છે કે વારાણસીમાં વડા પ્રધાન મોદી અને ભાજપની સરકારે પાછલા ચાર વર્ષોમાં જે વિકાસ કર્યો છે, તેના પરથી જાણી શકાય છે કે મોદી અને કાશી એક બીજાના પર્યાય છે. વારાણસીના લોકો વડા પ્રધાન મોદીને સાંસદની જગ્યાએ દીકરો માને છે. આ સ્થિતિમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ભાજપ તેનું સ્વાગત કરશે કારણ કે મુકાબલો તો એક તરફી જ થવાનો છે.


વારાણસીથી પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની ચર્ચાઓ વિશે સમાજવાદી પાર્ટી ખુલીને બોલવા તૈયાર નથી. શું પાર્ટી સોનિયા અને રાહુલની જેમ પ્રિયંકાને પણ વૉકઓવર આપશે, આ સવાલના જવાબમાં સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાયે જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ પ્રિયંકાને વારાણસીથી ચૂંટણી લડાવાની જાહેરાત કરશે ત્યારે પાર્ટી પોતાના પત્તા ખોલશે.

આ પણ વાંચો: રાજકારણમાં પ્રવેશને લઈને 10 વર્ષમાં આવી રીતે બદલાયું પ્રિયંકા ગાંધીનું મન!

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પ્રિયંકા વડા પ્રધાન મોદીને પડકાર આપી શકશે? જો આપણે વારાણસી લોકસભા સીટનો ઇતિહાસ ચકાસીએ તો વર્ષ 1991 બાદ વર્ષ 2004ને બાદ કરતા આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક રહી છે. જોકે, વર્ષ 2009ની ચૂંટણીમાં ભાજપ માટે આકરો પડકાર રહ્યો હતો. ભાજપના કદ્દાવર નેતા મુરલી મનોહર જોશી અહીંયાથી ફક્ત 17 હજાર સીટથી ચૂંટણી જીતી શક્યા હતા. આ સીટ પર આશરે સાડા ત્રણ લાખ વૈશ્ય, અઢી લાખ બ્રાહ્મણ, ત્રણ લાખથી વધુ મુસ્લિમ, દોઢ લાખ ભૂમિહાર, એક લાખ રાજપૂત, બે લાખ પટેલ, એશી હજાર ચૌરસિયા, આશરે સાડા ત્રણ લાખ ઓબીસી વોટર અને આશરે એક લાખ દલિત વોટર છે. આમ જાતિના સમીકરણો અને ગણિત વડા પ્રધાન મોદીના પક્ષમાં જ જોવા મળે છે.

આ પણ વાંચો: દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'કલામસેટ'નું લોન્ચિંગ, આના પાછળ કોની છે મહેનત?

 
First published: January 24, 2019, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading