Home /News /national-international /ANALYSIS: BJPના મિશન 2019નું ટ્રમ્પકાર્ડ છે, 'મેં ભી ચોકીદાર'

ANALYSIS: BJPના મિશન 2019નું ટ્રમ્પકાર્ડ છે, 'મેં ભી ચોકીદાર'

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

આ કેમ્પેન પીએમ મોદીની મજબૂત અને નિર્ણાયક નેતા તરીકેની છાપને વધારે નિખારશે. જેમાં પીએમ મોદીએ સામાન્ય માણસોને કહ્યું કે તમારો ચોકીદાર દેશની સેવા માટે તત્પર છે, પરંતુ તે એકલો નથી.

  અમિતાભ સિન્હા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટવીટે શનિવારે 16મી માર્ચે સવારે દેશની રાજકારણમાં ભૂકંપ સર્જી દીધી હતો. વડાપ્રધાન મોદીએ 2019ની લડાઈ અને તેનો એજન્ડા 'મે ભી ચોકીદાર હું' ટ્વીટ દ્વારા સેટ કરી દીધો છે. પોતાના ટ્વીટમાં વડાપ્રધાને એક વીડિયો મૂકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે પ્રત્યેક ભારતીય ચોકીદાર છે.

  ભાજપને વિશ્વાસ છે કે આ કેમ્પેન 2014ના ચૂંટણી પ્રચારનું પુનરાવર્તન છે. જ્યારે મણિશંકરની ઐય્યરની ચાવાળાની ટિપ્પણીએ ભાજપને ઘરે ઘરે પહોંચાડી દીધું હતું. આજ લાઇન પર તૈયાર થયેલું મે ભી ચોકીદાર કેમ્પેન વોટરને દરેક ઘર સુધી પહોંચાડશે. આ કેમ્પેનમાં સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ થશે અને પ્રયારના અન્ય માધ્યમોમાં પણ ભરપુર પ્રચાર કરાશે.

  હકીકતે ગત વર્ષે કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે રાફેલના મુદ્દે 'ચોકીદાર ચોર હે'નો નારો વહેતો મૂક્યો હતો. રાહુલ ગાંધી દરેક રેલી અને દરેક પ્રેસ કૉન્ફરન્સમાં આ નારો ઉચ્ચારી રહ્યાં હતા. ચૂંટણીની જાહેર થઈ ત્યાં સુધી ભાજપના દરેક મંત્રીઓ અને નેતાઓ રાહુલના નારાનો જવાબ આપતા રહ્યાં પરંતુ જ્યારે લોકો સુધી પહોંચવાની યોજના આવી ત્યારે ચોકીદાર ચોર હેના નારા સામે 'મે ભી ચોકીદાર'ને મોદી હે તો મુમકીન હે અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો હતો.

  ભાજપે સરવે કરાવ્યો અને તેના ડેટા મુજબ જાણવા મળ્યું કે રાહુલ ગાંધીનો 'ચોકીદાકર ચોર હે'નો નારો સામાન્ય માણસ સુધી પહોંચી શક્યો નથી. સૂત્રોના મતે આ નારો લોકોમાં ઉલ્ટાનો ગુસ્સો વધારી રહ્યો હતો. પછી કંઈક એવું થયું કે વડાપ્રધાન મોદીએ આ નારાને પલટાવી દીધો.

  આ પણ વાંચો: 'અમે નામ આગળ 'ચોકીદાર' લખ્યું, જેમને તકલીફ હોય એ તેમના નામ આગળ 'પપ્પૂ' લખી લે'

  આ કેમ્પેન વડાપ્રધાન મોદીની નિર્ણાયક નેતા તરીકેની છબીને નિખારશે. પીએમ મોદીએ આ નારા સાથે સામાન્ય માણસને સંદેશો આપ્યો છે કે તેમનો ચોકીદાર દેશની સેવા માટે અડગ ઊભો છે, પરંતુ તે એકલો નથી. દેશનો પ્રત્યેક નાગરિક ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દૂષણો અને ખરાબી સામે લડવા માટે ચોકીદાર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિ જે દેશની પ્રગતિ માટે જોરદાર મહેનત કરે છે અને તે ચોકીદાર છે.

  આ ટ્વીટ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ બીજા દિવસે પોતાના નામની આગળ ચોકીદાર લગાવી અને ચોકીદાર નરેન્દ્ર મોદી નામ કરી નાખ્યું હતું. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર નામ બદલી અને પક્ષને સંદેશો આપ્યો હતો. થોડીક કલાકોમાં ભાજપના તમામ મંત્રીઓ સાંસદો અને કાર્યકર્તાઓએ પોતાના નામની આગળ ચોકીદારનું નામ લગાડી દીધું હતું.

  આ પણ વાંચો: ANALYSIS : NDA 2014નું પુનરાવર્તન કરશે તો ખતરામાં હશે કોંગ્રેસનું ભવિષ્ય

  19મી માર્ચના સવારના ડેટના મુજબ આ કેમ્પેન અંતર્ગત 'મે ભી ચોકીદાર હું'નામથી 19 લાખ ટ્વીટ થઈ ગયા છે. જેમાં પણ ટોટલ 16 લાખ 80 હજારથી વધુ ઇમ્પ્રેશન આવ્યા છે. તેનું પ્લેસેજ પણ 5 લાખથી વધારે છે. આ વીડિયોને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ કેમ્પેન વિશ્લવમાં એક દિવસ અને ભારતમાં સતત બે દિવસ સુધી ટ્રેન્ડ કરતું રહ્યું હતું. ભાજપના આ કેમ્પેન માટે એક કન્વર્સેસન કાર્ડ તૈયાર કરવામાં આવ્યુ છે, જેના અંતર્ગત 31મી માર્ચે પીએમ મોદી આ કેમ્પેન સાથે જોડાયેલા લોકો સાથે સીધી વાત કરશે.

  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ વિપક્ષ ચોકીદારની નિયત પર સવાલ ઉઠાવી રહ્યાં છે, પરંતુ એવું જણાઈ રહ્યું છે, કે ભાજપના રણનીતિકારો એવું જ ઇચ્છી રહ્યાં હતા કે વિપક્ષીદળ ભાજપની પીચ પર રમવા માટે આવે જોકે ચૂંટણીના પરિણામો અંતે તો મતદારોએ જ નક્કી કરવાના હોય છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Genrel election 2019

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन