Analysis: બીજેપી આખરે કેમ નથી પસંદ કરી શકી પાર્ટીના નવા અધ્યક્ષ?

News18 Gujarati
Updated: June 13, 2019, 4:45 PM IST
Analysis: બીજેપી આખરે કેમ નથી પસંદ કરી શકી પાર્ટીના નવા અધ્યક્ષ?
અમિત શાહ (ફાઈલ ફોટો)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે જેવો તાલમેલ છે, તેવો આ પહેલા કોઈ પાર્ટીના અધ્યક્ષ અને પ્રધાનમંત્રીમાં જોવા નથી મળ્યો

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ બીજેપીની કમાન કોના હાથમાં હશે, તેને લઈ અટકળોનું બજાર ગરમ છે. મીડિયામાં અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. ક્યાંક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ હાલમાં પદ નથી છોડી રહ્યા, તો ક્યાંક તેમના ઉત્તરાધિકારી તરીકે જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને કૈલાસ વિજયવર્ગીય જેવા નામ ચર્ચામાં છે. બીજેપીના ઈતિહાસમાં તેમના અધ્યક્ષને લઈ મીડિયા સાથે સામાન્ય લોકોમાં આટલી કૂતુહલતા ક્યારે નથી જોવા મળી. એવામાં પ્રશ્ન ઉઠે છે કે, આખરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શોધવા મુશ્કેલ કેમ છે? આ પ્રશ્નના જવાબ માટે અમિત શાહ પહેલાની અને બાદની બીજેપીને સમજવી પડશે.

અમિત શાહે બીજેપીને કેટલી બદલી
અમિત શાહ ઓગષ્ટ 2014થી બીજેપીના અધ્યક્ષ છે. તેમણે માત્ર ભારતના રાજકીય નક્શાને ભગવામય નથી કર્યો, પરંતુ બીજેપીને 10 કરોડ સભ્યોની સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી પણ બનાવી છે. તેની પાછળ તેમની રણનીતિ અને મહેનત છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં આસામ, ત્રિપુરામાં બીજેપીની પૂર્ણ બહુમત સરકાર બની. એટલું જ નહીં કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુમાં પણ મજબૂત બની.

શાહની અદ્યક્ષતામાં બીજેપીએ પ્રચંડ બહુમત સાથે 2019ની ચૂંટણી જીતી. બીજેપીની અત્યાર સુધીની શાનદાર સફરના સૌથી મોટા સેનાની અમિત શાહ જ છે. પહેલી વખત પૂર્ણ બહુમતના આંકડા સુધી પહોંચનારી બીજેપીને પાંચ વર્ષ બાદ 300 પાર પહોંચાડવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીનો જ કમાલ માનવામાં આવે છે.

નવા અધ્યક્ષ સામે હશે મોટા પડકાર
અમિત શાહે બીજેપીને જે સ્થાન પર પહોંચાડ્યું છે, તેને આગળ લઈ જવાનું કામ સરળ નથી. કેમ કે, આવનાર પડકાર પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ જેવા રાજ્યોનો વિસ્તારનો છે. આ રાજ્યોમાં બીજેપી પોતાની સ્થાપના બાદથી અત્યાર સુધી પોતાના માટે જમીન નહોતી શોધી શકી. એવામાં પાર્ટીના નવા અધ્યક્ષ માટે પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંઘ ત્રણે સાથે તાલમેલ રાખવો પણ મોટો પડકાર હશે. કેમ કે, ત્રણેના તાલમેલ વગર આ રાજ્યોમાં બીજેપીનો વિસ્તાર સંભવ નથી.બીજેપી માટે સરળ નથી બીજા અમિત શાહ શોધવા
વરિષ્ઠ પત્રકાર અંબિકા નંદ સહાયનું માનવું છે કે, જનસંઘથી લઈ બીજેપી સુધી અમિત શાહ જેવો સંગઠનને સમર્પિત અધ્યક્ષ પહેલી વખત મળ્યો છે, જેની અસર પાર્ટી પર સ્પષ્ટ જોવા મળી રહી છે. અમિત શાહ જે રીતે વર્ષના 365 દિવસ અને 24 કલાક પાર્ટી માટે પોતાનો સમય આપે છે, તેનું કોઈ બીજુ ઉદાહરણ કોઈ પણ સંગઠનમાં જોવા નથી મળ્યું.

સહાય આગળ જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે જેવો તાલમેલ છે, તેવો આ પહેલા કોઈ પાર્ટીના અધ્યક્ષ અને પ્રધાનમંત્રીમાં જોવા નથી મળ્યો. આ સાથે જ આ સંબંધોની પાર્ટીના સંગઠનો પર હંમેશા સકારાત્મક અસર રહી. એવામાં બીજેપી સામે સૌથી મોટો પડકાર અમિત શાહનો વિકલ્પ પસંદ કરવાનો છે. કેમ કે, પાર્ટી સંવિધાન સળંગ બે વખતથી વધારે અધ્યક્ષ રહેવાની પરવાનગી નથી આપતું.

વરિષ્ઠ પત્રકાર સહાયનું માનવું છે કે, બીજેપી અધ્યક્ષ માટે મીડિયામાં જે નામ આવી રહ્યું છે, તેમની અમિત શાહ સાથે તુલના કરવી સૂરજને દીવો દેખાડવા જેવી છે. પછી તે સંગઠન પર પકડ બનાવવાની વાત હોય અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તાલમેલ રાખવાની વાત હોય, હાલમાં તો બીજેપીના નેતૃત્વમાં અમિત શાહની તુલનામાં તેમની આસ-પાસ પણ કોઈ નામ દેખાઈ નથી રહ્યું.

એવામાં જ્યારે બીજેપી પશ્ચિમ બંગાળ અને દક્ષિણમાં પોતાના વિસ્તાર વધારવામાં લાગી છે. ત્યારે પાર્ટી અને સરકારમાં તાલમેલ ખુબ જરૂરી છે. જે રીતે પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં મમતાનો કિલ્લો તોડી પાડ્યો છે, એવામાં પાર્ટી સંગઠનમાં આટલા મોટો ફેરબદલ પર નિર્ણય લેવો પ્રધાનમંત્રી મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ માટે સરળ નથી.
First published: June 13, 2019, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading