ANALYSIS: રાજ્યસભામાં આવી રીતે પાસ થશે ટ્રિપલ તલાક બિલ!

News18 Gujarati
Updated: December 31, 2018, 12:24 PM IST
ANALYSIS: રાજ્યસભામાં આવી રીતે પાસ થશે ટ્રિપલ તલાક બિલ!
પ્રતીકાત્મક તસવીર

સૂત્રોનું માનીએ તો એનસીપીને બાદ કરતાં બાકી ત્રણેય પાર્ટી ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભાથી વોક આઉટ કરવાની વાત પર તૈયાર છે

  • Share this:
(અનિલ રાય)

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થશે કે નહીં તેના માટે સૌની નજર અન્નાદ્રમુક, બીજૂ જનતા દળ અને તેલંગાના રાષ્ટ્ર સમિતિ પર ટકેલી છે. મૂળે, રાજ્યસભાના હાલના 244 સાંસદોમાં ભાજપની પાસે 73 સાંસદ છે અને ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવા માટે ઓછામાં ઓછા 123 સાંસદોની જરૂર રહેશે એટલે કે 50 સાંસદની ઘટ. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ આ 50 સાંસદોની વ્યવસ્થા ક્યાંથી કરશે?

આંકડાઓ પર નજર નાખીએ તો ભાજપના સહયોગીઓમાં જેડીયૂના 6 સાંસદ, અકાલી દળના 3 અને શિવસેનાના 3 સાંસદ છે. 6 અપક્ષ સાંસદોનું સમર્થન ભાજપની સાથે છે. 4 નોમિનેટેડને મેળવીને વધુ 10 સાંસદ તેમના પક્ષમાં આવી શકે છે. કેટલાક નાની પાર્ટીઓના સાંસદ પણ ભાજપના સંપર્કમાં છે. તેમ છતાંય આ સંખ્યા 100ની પાર નથી જઈ રહી એટલે કે 244માંથી કુલ 100 સાંસદોનું સમર્થન આ બિલને મળી શકે છે. એટલે કે હજુ બહુમતથી લગભગ 23 ઓછા.

એવામાં સૌની નજર 13 સીટોવાળી એઆઈએડીએમકે, 9 સીટોવાળી બીજેડી અને 6 સીટોવાળી ટીઆરએસ પર ટકેલી છે. સાથોસાથ જરૂર પડતાં 4 સીટોવાળી એનસીપી સાથે પણ વાત કરી શકાય છે. આ ચારેય પાર્ટીઓ સમય-સમય પર સરકારની સંકોટમોચન બની છે. એવામાં ભાજપ નેતૃત્વ આ ચાર પાર્ટીઓને આશાની નજરે જોઈ રહી છે.

સૂત્રોનું માનીએ તો એનસીપીને બાદ કરતાં બાકી ત્રણેય પાર્ટી ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભાથી વોક આઉટ કરવાની વાત પર તૈયાર છે પરંતુ ટ્રિપલ તલાક બિલના પક્ષમાં મતદાન કરવા પર હજુ સુધી સહમતિ નથી સધાઈ.

એવામાં સરકાર એનસીપી સહિત કેટલીક નાની પાર્ટીઓ સાથે વાત કરી રહી છે જે રાજ્યસભાથી વોકઆઉટ કરી દે. પરંતુ બિલ રાજ્યસભામાં ત્યારે પાસ થશે જ્યારે ઓછામાં ઓછા 44 સભ્ય વોકઆઉટ કરે, એવામાં એઆઈએડીએમકેના 13, બીજેડીન 9, ટીઆરએસના 6 અને એનસીપીના 6 સાંસદ તૈયાર થઈ પણ જાય તો ઓછામાં ઓછા 10 સાંસદોની જરૂર પડશે.સરકાર ટીડીપીના 6 સાંસદ, ડીએમકેના 4 સાંસદો તરફ મીટ માંડીને બેઠી છે કારણ કે કોંગ્રેસના 50 સાંસદ, ટીએમસીના 13 સાંસદ, સપાના 13 સાંસદ, લેફ્ટ ફ્રન્ટના 7, આરજેડીના 5 સાંસદ, બીએસપીના 4 સાંસદ, AAPના 3 સાંસદ, પીડીપીના 2 સાંસદ સહિત 6 સાંસદ એવા છે જે કોઈ પણ સ્થિતિમાં ટ્રિપલ તલાક બિલના પક્ષમાં મતદાન નહીં કરે.
First published: December 31, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading