Home /News /national-international /Kundli of Queen Elizabeth II: ક્વિન એલિઝાબેથની કુંડળીમાં ‘રાશિ પરિવર્તન રાજયોગ’, તો જાણો તેમણે ભોગવેલા દીર્ઘાયુનું રાઝ

Kundli of Queen Elizabeth II: ક્વિન એલિઝાબેથની કુંડળીમાં ‘રાશિ પરિવર્તન રાજયોગ’, તો જાણો તેમણે ભોગવેલા દીર્ઘાયુનું રાઝ

રાણી એલિઝાબેથ-।।

Kundli of Queen Elizabeth II: બ્રિટનના મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ 8મી સપ્ટેમ્બરે 96 વર્ષની વયે બાલ્મોરલ કેસલમાં અંતિમશ્વાસ લીધા હતા. ત્યારે સોમવારે બપોરે 3.30 વાગ્યે મહારાણીના અંતિમસંસ્કાર કરવામાં આવશે. તો આવો મહારાણીની કુંડળી પરથી તેમના જીવનના કેટલાંક રોચક તથ્યો જાણીએ.

વધુ જુઓ ...
અમદાવાદઃ બ્રિટનના રાણી એલિઝાબેથ-।।ના આજે ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે મહારાણી એલિઝાબેથે 80 વર્ષ સુધી શાસન કર્યુ હતું અને 8મી સપ્ટેમ્બરે 96 વર્ષની વયે તેમણે બાલ્મોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તો આવો મહારાણીની કુંડળી પરથી અમદાવાદના જ્યોતિષશાસ્ત્રી પાસેથી જાણીએ કેટલીક રોચક વાતો...

મહારાણીની કુંડળીમાં મોટાભાગના ગ્રહ ઉચ્ચસ્થાને


શહેરના જ્યોતિષશાસ્ત્રી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, મહારાણીની કુંડળીનું એનાલિસિસ કરીએ તો જાણવા મળે છે કે તેમની કુંડળીમાં મોટાભાગના ગ્રહો ઉચ્ચસ્થાને છે. તેમની કુંડળીમાં ચંદ્ર સ્વગૃહી છે, તો મંગળ, સૂર્ય, રાહુ અને કેતુ ગ્રહ ઉચ્ચના છે. આ સિવાય એકમાત્ર ગુરુ ગ્રહ નીચના સ્થાનમાં છે. મહારાણીની કુંડળીમાં આ સિવાય રાશિ પરિવર્તન રાજયોગ પણ સર્જાય છે.

મહારાણીની કુંડળીમાં ‘રાશિ પરિવર્તન રાજયોગ’


વિગતે વાત કરીએ તો, મહારાણીની કુંડળીમાં ધનેશમાં ઉચ્ચનો મંગળ અને વ્યયેશમાં શનિ સાથે ‘રાશિ પરિવર્તન રાજયોગ’ બને છે. આ યોગ વ્યક્તિને જીવનમાં ધનવાન બનાવે છે. આ ઉપરાંત ધનેશ ભાવમાં હોવાથી કુટુંબ અને સમાજ પાસેથી ખૂબ જ માન-પાન અને પ્રતિષ્ઠા અપાવે છે. હા, પણ ઘણીવાર આ જ યોગ ધનેશમાં બનવાને કારણે કૌટુંબિક આંતિરિક કલેહનું કારણ પણ બને છે.

આ પણ વાંચોઃ જાણો ક્વિન એલિઝાબેથ-IIના અંતિમસંસ્કારમાં ભારતમાં બેસીને કેવી રીતે જોવાશે

લગ્નમાં કેતુ હોવાથી વ્યક્તિત્વ રહસ્ય બનાવે


હવે મહારાણી એલિઝાબેથની કુંડળીના લગ્નભાવની વાત કરીએ તો, તેમાં કેતુ ગ્રહ ઉચ્ચનો છે. તેથી રાણીનું વ્યક્તિત્વ ખૂબ જ રહસ્યમય બને છે. આ ઉપરાંત તેમનો સ્વભાવ પણ ક્રૂરતાભર્યો બનાવે છે. લગ્નભાવમાં ગુરુની રાશિમાં કેતુ હોવાથી આ પ્રકારનો જાતક ગુપ્ત ધન સાચવી જાણે છે. ત્યારબાદ બીજા ભાવ એટલે કે ધનેશની વાત કરીએ તો તેમાં ગુરુ નીચનો હોવાથી જાતકને દાંત તેમજ નેત્ર સંબંધિત વિકાર રહે છે. આ ઉપરાંત ઘણીવાર ધનનો અપવ્યય પણ કરાવે છે.

શુક્ર પરાક્રમેશ હોવાથી રત્ન-આભૂષણના શોખીન હતાં


શુક્ર ગ્રહની વાત કરીએ તો તે પરાક્રમેશ ભાવમાં બિરાજમાન છે. તેથી આવા પ્રકારનો જાતક સાહસિક અને પરાક્રમી હોય છે. આ ઉપરાંત શુક્રનો સીધો સંબંધ સૌંદર્ય સાથે છે તો મહારાણીને સૌંદર્ય પ્રસાધન સહિત રત્ન-આભૂષણોના ઉત્તમ શોખીન બનાવે છે.

આ પણ વાંચોઃ ક્વિન એલિઝાબેથ IIનો ઓસ્ટ્રેલિયા માટે સિક્રેટ લેટર

મહારાણીને માતા તરફથી ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થયાં


સુખસ્થાન એટલે કે ચોથા ભાવમાં મીન રાશિમાં બુધ બિરાજમાન હોવાથી રાણીને તેમના માતા તરફથી વારસામાં ઉત્તમ સંસ્કાર, વ્યવહારિકતા, ચપળતા, કુશળતા, શિસ્તતા તેમજ સ્નેહની પ્રાપ્તિ કરાવે છે. પંચમ ભાવની વાત કરીએ તો, મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો બને છે. તેથી એવું કહી શકાય કે, મહારાણીને એક કરતાં વધુ પુત્ર સંતાન હોય. વળી તે સૂર્યની સીધી દૃષ્ટિ લાભસ્થાનમાં પડતી હોવાથી જીવનમાં આકસ્મિક રીતે અનેક લાભ થાય. તેમજ સૂર્ય તમામ ગ્રહોનો રાજા છે. તેથી આ પ્રકારના જાતકમાં રાજકીય ક્ષમતા પણ અદ્ભુત રહેલી હોય છે.

અષ્ટમેશ ચંદ્ર હોવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થયું


સપ્તમ ભાવમાં રાહુ ઉચ્ચનો હોવાથી મહારાણીનું જીવન ચડાવ-ઉતાર સાથે સુખમય પસાર થાય તેવું કહી શકાય અને અષ્ટમભાવમાં કર્ક રાશિમાં રાશિસ્વામી ચંદ્ર હોવાથી તે સ્વગૃહી બને છે. તેને કારણે જ આ પ્રકારના જાતકોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. તો આવા જાતકો પર સતત જીવનું જોખમ પણ રહે છે. મહત્ત્વનું છે કે, ઘણીવાર આવા લોકોનું મોત રહસ્યમય રીતે પણ થતું હોય છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Jyotish, Queen Elizabeth II, Vaidic Jyotish

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन