Home /News /national-international /

લોકસભા ચૂંટણી 2019 : ચૂંટણીના મેદાનમાં ફૂલ સ્પીડમાં મોદી, 125 દિવસમાં 200 રેલીઓ કરી

લોકસભા ચૂંટણી 2019 : ચૂંટણીના મેદાનમાં ફૂલ સ્પીડમાં મોદી, 125 દિવસમાં 200 રેલીઓ કરી

વડાપ્રધાન મોદીના રોડ શોની ફાઇલ તસીવર

વડાપ્રધાન મોદીની વેબસાઇટ narendramodi.in ના લેટેસ્ટ આર્ટિકલમાં ચૂંટણી સભા, રોડ શો, અને કેબિનેટ મીટિંગનું વિવરણ અપાયું છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : દેશમાં લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય દળો ચૂંટણીના પ્રચારમાં પુરજોશમાં લાગેલા છે. વડાપ્રધાન મોદી ભારતીય જતના પાર્ટી માટે ચૂંટણીના પ્રચારમાં લાગેલા છે. આ લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ મોદી સૌથી વધુ વ્યસ્ત નેતા છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ વડાપ્રધાન મોદીએ છેલ્લા 125 દિવસમાં 200 સભાઓ કરી છે. આ દરમિયાન તેઓ દેશના લગભગ દરેક ભાગમાં પહોંચ્યા છે અને જનતાની વચ્ચે જઈને પોતાની વાત મૂકી છે.

    વડાપ્રધાન મોદીની વેબસાઇટ narendramodi.in ના લેટેસ્ટ આર્ટિકલમાં ચૂંટણી સભા, રોડ શો, અને કેબિનેટ મીટિંગનું વિવરણ અપાયું છે. 'PM Narendra Modi's tours and programmes- extensive and exhaustive' મથાળા હેઠળ લખાયેલા આર્ટિકલમાં પીએમની ચૂંટણી સભાઓ, રોડ શો, કેબિનેટ મીટિંગનું વિવરણ કરાયું છે. આંકડા મુજબ,પાછલા વર્ષ ડિસેમ્બર 25 પછી 125 દિવસમાં પીએમ મોદીએ 200 કાર્યક્રમોમાં ભાગ લીધો છે . આ કાર્યક્રમમોમાં સરકારી અને રાજકીય બંને કાર્યક્રમોનોસમાવેશ થાય છે. આ દરમિયાન તેઓ ખેડૂતો, ચોકીદાર, બાળકો, યુવાનો, ઉદ્યોગપતિઓ, કર્મશીલો, વિદેશી પ્રતિનિધીઓને પણ મળ્યા છે.

    આ પણ વાંચો : ઓડિશામાં ફાનીનું તાંડવ, સોમવારે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

    પીએમ મોદીએ ફક્ત દિલ્હીમાં જ 30 કાર્યક્રમોમાં ભાગ લીધો છે. જ્યારે જાન્યુઆરીથી લઈને અત્યારસુધીમાં તેમણે કેબિનેટની 14 મીટિંગ લીધી છે. આ આંકડાઓ પરથી જાણી શકાય છે કે પીએમ મોદીની વર્કિંગ સ્ટાઇલ ક્યા પ્રકારની છે. તેઓ મલ્ટી ટાસ્કિંગ કરનારા નેતા છે અને પડકારો માટે હંમેશા તૈયાર રહે છે. તેમણે આરામ કરવાનું કે થાકી જવાનું શીખ્યું જ નથી.

    આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કહ્યું,' મોદી સરકારના ગોટાળાની માહિતી કોંગ્રેસ પાસે છે'

    વડાપ્રધાન મોદીએ 125 દિવસોમાં કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, જામનગરથી લઈને સિલચરનો પ્રવાસ ખેડ્યો છે. દેશનો કોઈ ખૂણો એવો નથી જ્યાં વડાપ્રધાન મોદી ગયા ન હોય. પીએમ મોદીના પ્રવાસોની વ્યસ્તતાનો અંદાજ તેમના જમ્મુ કાશ્મીરના પ્રવાસ પરથી જાણી શકાય છે. પીએમ મોદીએ એક જ દિવસમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી, તેમણે એક દિવસમાં રાજ્યના ત્રણ ભાગમાં લડાખ, જમ્મુ અને કાશ્મીર ઘાટીનો પ્રવાસ ખેડ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019, ઝુંબેશ, પીએમ મોદી, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन