Analysis: યૂપીમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની 8 સીટો પર કોણ પડશે કોના પર ભારે?

News18 Gujarati
Updated: March 28, 2019, 8:40 PM IST
Analysis: યૂપીમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની 8 સીટો પર કોણ પડશે કોના પર ભારે?
રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, માયાવતી અને અખિલેશ યાદવ

મુસ્લીમ બહુમતીવાળા આ વિસ્તારની એક-એક સીટની સમીક્ષા કરીએ તો, 3 સીટો પર મુકાબલો ત્રિકોણાત્મક જોવા મળે છે. જ્યારે પાંચ સીટો એવી છે, જયાં એસપી-બીએસપી ગઠબંધન અને બીજેપી વચ્ચે આમને સામેન ટક્કર જોવા મળી રહી છે.

  • Share this:
અનીલ રાય - ઉત્તર પ્રદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેરઠ રેલી બાદ ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કાની ચૂંટણીનો ઔપચારીક શંખનાદ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશની જે આઠ લોકસભા સીટો પર પહેલા ચરણમાં મતદાન થવાનું છે, તે તમામ સીટો પર 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ જીત નોંધાવી હતી. જોકે, કૈરાનાના સાંસદ હુકમ સિંહના મોત બાદ થયેલી પેટાચૂંટણીમાં આ સીટ આરએલડીના ખાતામાં જતી રહી હતી. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે, આ સીટથી ગઠબંધનનો ફોર્મૂલા નીકળ્યો, જેમે બીજેપી સામે મુશ્કેલી ઉભી કરી. મુસ્લીમ બહુમતીવાળા આ વિસ્તારની એક-એક સીટની સમીક્ષા કરીએ તો, 3 સીટો પર મુકાબલો ત્રિકોણાત્મક જોવા મળે છે. જ્યારે પાંચ સીટો એવી છે, જયાં એસપી-બીએસપી ગઠબંધન અને બીજેપી વચ્ચે આમને સામેન ટક્કર જોવા મળી રહી છે.

પહેલા તબક્કાની 3 સીટો પર ત્રિકોણાત્મક સંઘર્ષ

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભેલે બીજેપી અને એસપી-બીએસપી ગટબંધન કોંગ્રેસને ક્યાંય લડાઈમાં નથી માની રહ્યું પરંતુ જેમ જેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો કોંગ્રેસ મજબૂતાઈથી પોતાની ઉપસ્થિતી નોંધાવી રહી છે. વાત કરીએ પહેલા તબક્કાની 8 સીટોની તો, તેમાં લગભગ 3 સીટો એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર લડાઈને ત્રિકોણાત્મક બનાવી રહ્યા છે. ગૌતમબુદ્ધ નગર લોકસભા સીટથી ઉમેદવારોની જાહેરાત પહેલા લડાઈ ગઠબંધન અને બીજેપી વચ્ચે બતાવવામાં આવી રહી હતી. જોમાં બીજેપીનું પલ્લુ ભારે જોવા મળી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસે જેવું ઉમેદવારોનું નામ જાહેર કર્યું, બીજેપી ગ્રુપમાં હલચલ વધી ગઈ છે. કોંગ્રેસે આ સીટો પરથી અરવિંદ સિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે.

નોએડાની સીટનું જાતીય ગણિત જોઈએ તો, અહીં ઠાકુર મતદાતાઓની સંખ્યા વધારે છે. કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ સિંહ ચૌહાણ ઠાકુર સમાજમાંથી આવે છે. એવું માનવામાં આવે છે કે, જો તે ઠાકુર વોટ પોતાના પક્ષમાં લેવામાં સફળ રહેશે તો, લડાઈ ત્રિકોણાત્મક થઈ શકે છે. કેમ કે, એસપી-બીએસપી ગઠબંધનના ઉમેદવાર વોટ ગણિતમાં બીજા નંબર પર આવનાર ગુર્જર સમાજમાંથી આવે છે. ત્રીજા નંબર પર આવનાર બ્રાહ્મણ સમાજના ઉમેદવાર મહેશ શર્માને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે. એવામાં બિસાડા કાંડ બાદ નોએડાના અલ્પસંખ્યક મતદાતા બીજેપી વિરુદ્ધ વોટ કરી શકે છે. એવામાં અહીં આ લડાઈ ત્રિકોણાત્મક દેખાઈ રહી છે, કેમ કે, શહેરી મતદાતાઓનો પ્રભાવ બીજેપી પર વધારે માનવામાં આવે છે.

બિઝનોર અને સહારનપુર લોકસભા સીટ પર ત્રિકોણીય લડાઈસહારનપુરને કોંગ્રેસ પોતાની સીટ માને છે, એવામાં કોંગ્રેસે પોતાના વિવાદીત નેતા ઈમરાન મસૂદને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, મુસ્લીમ બહુમતીવાળી આ સીટ પર એસપી-બીએસપી ગઠબંધને હાજી ફઝર્લુર રહેમાનને ટિકિટ આપી છે. 50 ટકાથી વધારે અલ્પસંખ્યક મતદાતાવાળી આ સીટ પર બે-બે મુસ્લીમ ઉમેદવાર આવ્યા બાદ લડાઈ ત્રિકોણાત્મક થતી જોવા મળી રહી છે. બિઝનોર લોકસભા સીટથી કોંગ્રેસે બીએસપીના દિગ્ગજ નેતા રહેલા નસીમુદ્દીન સિદ્દિકીને ઉમેદવાર બનાવ્યા છે. મુસ્લીમ વોટોના બહુમતીવાળી આ સીટ પર કોંગ્રેસે નસીમુદ્દીન સિદ્દિકીને મેદાનમાં ઉતારી એકલા મુસ્લીમ ઉમેદવાર હોવાનો દાવ રમ્યો છે. 44 ટકાની આસપાસ મુસ્લીમ મતદાતાઓવાળી આ સીટ પર નસીમુદ્દીનની એન્ટ્રીએ લડાઈ ત્રિકોણાત્મક બનાવી દીધી છે.

5 સીટો પર આમને-સામને મુકાબલો
પહેલા તબક્કાની બાકી બચેલી 5 સીટોમાંથી બે સીટો બાગપત અને મુઝફ્ફરનગરમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર ન ઉતારી જયંત ચૌધરી અને અજીત સિંહને સમર્થનનું એલાન કર્યું છે, જ્યારે ગાઝિયાબાદ, મેરઠ અને કૈરાનામાં આમને-સામનેનો મુકાબલો થતો જોવા મળી રહ્યો છે. ગાઝિયાબાદ લોકસભા સીટ પર બ્રાહ્મણ, વાણીયા, ઠાકુર વોટ બેન્ક બીજેપીની પરંપરાગત વોટ બેન્ક રહી છે. આ ત્રણે ભેગા થઈ બીજેપીની રાહ સરળ બનાવી રહ્યા છે. પરંતુ આ વખતે બીજેપીની પરંપરાગત વાણીયા અને બ્રાહ્મણ વોટર વિપક્ષના નિશાના પર છે. આ સીટથી ગઠબંધને પહેલા સુરેન્દ્રકુમાર મુનિનીને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ, કોંગ્રેસે જેવા બ્રાહ્મણ ઉમેદવાર ડોલી શર્માને મેદાનમાં ઉતાર્યા, સપાએ સુરેન્દ્ર બંસલને ઉમેદવાર બનાવી દીધા. અહીં વાણીયા અને બ્રાહ્મણ જાતીના નામ પર વોટ નાખવામાં આવે છે તો, ફાયદો ગઠબંધનને થતો જોવા મળી રહ્યો છે. આ રીતે અહીં આમને-સામનેનો મુકાબલો જોવા મળશે.
First published: March 28, 2019, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading