Analysis : ભાજપ આ બેઠક જીતશે તો કેન્દ્રમાં ચોક્કસ સરકાર બનશે!

News18 Gujarati
Updated: May 4, 2019, 2:52 PM IST
Analysis : ભાજપ આ બેઠક જીતશે તો કેન્દ્રમાં ચોક્કસ સરકાર બનશે!
નરેન્દ્ર મોદી અને અમિત શાહ, ફાઈલ ફોટો

વર્ષ 1973માંચૂંટણીના પ્રચાર માટે આવેલા પં.દિનદયાલ ઉપાધ્યાયે ગાઝીપુરમાં કહ્યું હતું કે 'આ બેઠક જીત્યા તો દિલ્હીમાં આપણી સરકાર'

  • Share this:
અનિલ રાય

ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના મોઢેથી અજાણતા નીકળેલી વાતો કોઈએ ધાર્યુ ન હોય એટલી હદે સાચી ઠરે છે. જનસંઘના નેતા પં.દિનદયાળ ઉપાધ્યાયની વર્ષ 1973માં કહેલી આવી જ એક વાત વર્ષ 1996માં સાચી ઠકી હતી. ઉપાધ્યાયે વર્ષ 1973માં ચૂંટણી પ્રચાર દરમિયાન ગાજીપુરમાં કહ્યું હતું કે 'જો આ બેઠકો જીત્યાં તો દિલ્હીમાં આપણી સરકાર રચાશે'. દિલ્હીમાં સરકાર બનાવવા માટે ગાજીપુર સીટ જીતવી આવશ્યક હતી પરંતુ ભાજપને આ બેઠક જીતતા 23 વર્ષ થયા હતા.

વર્ષ 1996માં ભાજપના ઉમેદવાર મનોજ સિન્હાનો પ્રચાર કરવા માટે ગાજીપુરમાં અટલ બિહારી વાજપેયી ગયા હતા. તેમણે પં. દિનદયાળ ઉપાધ્યાયની વાતને યાદ કરતા લોકોને ગાજીપુર બેઠક જીતાડવા માટે અપીલ કરી હતી. ગાજીપુરે ભાજપના ઉમેદવારને સંસદમાં મોકલી આપ્યા અને તેમની વાત સાચી થઈ ગઈ. દિલ્હીમાં ભાજપની સરકાર બની પછી ભલે તે 13 દિવસમાં જ પડી ગઈ.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક અંગે રાહુલ ગાંધીનો પ્રહાર કહ્યું,'સેના મોદીજી વ્યક્તિગત સંપત્તિ નથી'

વર્ષ 1999માં ફરી એક વાર ગાજીપુરની બેઠક ભાજપના ખાતામાં ગઈ અને ભાજપના ઉમેદવાર મનોજ સિન્હા ચૂંટણી જીત્યા. ત્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં એનડીએ સરકાર બની હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં વર્ષ 2004 અને 2009માં ભાજપ આ બેઠક હાર્યો અને દિલ્હીની સત્તા પણ જતી રહી હતી.

વર્ષ 2014માં મોદી લહેરની નાવડીમાં સવાર ભાજપે ગાજીપુર બેઠક પર પુનરાગમન કર્યુ અને મનોજ સિન્હા ફરપી એક વાર સંસદમાં પહોંચ્યા અને દેશમાં ફરી ભાજપની સરકાર બની.
1998 ચૂંટણી અપવાદ

જોકે, વર્ષ 1998ની ચૂંટણી અપવાદ હતી આ સીટ પર 1998માં સમાજવાદી પાર્ટીના ઓમ પ્રકાશ સિંહે જીત મેળવી હતી પરંતુ દિલ્હીમાં સરકાર ભાજપની બની હતી. વારાણસીના પત્રકાર નિમેષ રાય કહે છે : દિનદયાળ ઉપાધ્યાયના એ ભાષણને સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી શકાય છે કે લેફ્ટના શાસનો કિલ્લો તોડ્યા વગર દિલ્હીમાં ભાજપની સરકાર બનાવી શકાય નહીં. કારણ કે 1973ની આસપાસ ગાજીપુરમાં લેફ્ટનું શાસન હતું. ગાજીપુરમાં લેફ્ટની સ્થિતિ 1991ની ચૂંટણી સુધી મજબૂત રહી હતી. 1991માં આ સીટ સીપીઆઈના વિશ્વનાથ શાસ્ત્રી પાસે હતી.

આ પણ વાંચો :  ગંભીરનો કેજરીવાલ પર હુમલો કહ્યું,'CMની સાથે સાથે ટ્રાવેલ એજન્ટ પણ બની ગયા છે'

ભાજપનું મોવડી મંડળ હજુ પણ પં.દિનદયાળ ઉપાધ્યાયની એ વાત પર વિશ્વાસ કરે છે. એનો અંદાજો એ વાત પરથી જ આવી જાય છે કે વડાપ્રધાન મોદીની વારાણસીને બાદ કરતા આ એક માત્ર એવી સીટ હતી જેની ઉમેદવારી સમયે ભાજપના પ્રમુખ અમિત શાહ રૂબરૂ ગયા હતા. ભાજપ કોઈ પણ ભોગે ગાજીપુર બેઠક ગુમાવવા માંગતી નથી.
First published: May 4, 2019, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading