Home /News /national-international /ANALYSIS: ક્યારેક 'મિત્ર' તો ક્યારેક 'શત્રુ', છતાં વિનિંગ ક્લબમાં રહ્યાં શત્રુઘ્ન

ANALYSIS: ક્યારેક 'મિત્ર' તો ક્યારેક 'શત્રુ', છતાં વિનિંગ ક્લબમાં રહ્યાં શત્રુઘ્ન

શત્રૂઘ્ન સિન્હાની ફાઇલ તસવીર

ક્યારેક પૂર્વ વડાપ્રધાન ઇન્દિાર ગાંધીના માનીતા રહી ચુકેલા 'શૉટગન'ને કોંગ્રેસનો હાથ પકડતા 4 દાયકા લાગ્યા

રાશિદ કિદવઈ
જાણીતા એક્ટર અને બિહારના પટના સાહિબના ભાજપા સાંસદ રહેલા શત્રુઘ્ન સિન્હા આજકાલ ચર્ચામાં છે. 6ઠ્ઠી એપ્રિલે તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવા સમાચાર છે. ભાજપના સ્ટાર પ્રચારક સિન્હાએ રાજકીય જીવનની શરૂઆત વિપક્ષમાંથી જ કરી હતી પરંતુ ક્યારેક પૂર્વ વડાપ્રધાન ઇન્દિાર ગાંધીના માનીતા રહી ચુકેલા 'શૉટગન'ને કોંગ્રેસનો હાથ પકડતા 4 દાયકા લાગ્યા.

શત્રુઘ્ન સિન્હાએ પટના સાહિબ બેઠક પરથી 10 વર્ષ સુધી ભાજપનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. હવે એવા સમાચારો છે કે કોંગ્રેસ તેમને આ જ બેઠક પરથી મેદાનમાં ઉતારશે, જ્યાં તેમની સામે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ લડશે.

આ પણ વાંચો:પીએમ મોદીનો કોંગ્રેસ પર હુમલો, કહ્યું-એ લોકોને તમારી ભલાઈથી વધારે મલાઈની જરૂર હતી

પૂર્વ રાજદૂત પવન કે વર્મા, આર્ટ કલેક્ટર નીતા ખન્ના અને પેઇન્ટર મનિશ પાશકેલના અભિયાન 'શાસ્ત્રાર્થ'માં વાત કરતા સિન્હાએ 1980માં ઇન્દિરા ગાંધી સાથે કરેલી અનેક મુલાકાતોનો ઉલ્લેખ કર્યો હતો. સિન્હાએ કહ્યું,'ઇન્દિરા ગાંધી મને ખૂબ જ પસંદ કરતા હતા અને તેથી મળવાનો સમય મળી જતો હતો. તેમણે રાજકારણમાં મારા માટે કઈક વિચાર્યુ હતું જો તેઓ જીવતા હોત તો હું કોંગ્રેસમાં જ હોત'

અન્ય અભિનેતાઓ કારકીર્દીના અંતે રાજકારણમાં પ્રવેશવાનું વિચારે છે, તેમાં શત્રુઘ્ન સિન્હા અપવાદ છે. તેમણે કરિયરના પ્રારંભિક દિવસોમાં જ રાજકારણમાં જોડાવાનું મન બનાવી લીધું હતું. મિત્ર હોય કે શત્રુ સિન્હા હંમેશા વિનિંગ ક્લબમાં જ રહ્યાં હતા.

1992માં ભાજપમાં જોડાતા પહેલાં શત્રુઘ્ન સિન્હા રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા હતા. તેમણે સ્વતંત્ર સેનાની જયપ્રકાશ નારાયણના કાર્યક્રમોમાં પણ ભાગ લીધો અને ઇન્દિરા ગાંધીના કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. સિન્હાએ અનેક વાર સ્વીકાર્યુ છે કે તેમના રાજકારણ પ્રવેશની પ્રેરણા જયપ્રકાશ નારાયણ હતા. જેપીના આંદલોનામાં શત્રુઘ્ન સિન્હા બિહારી બાબુ તરીકે લોકપ્રિય બન્યા હતા.

આ પણ વાંચો: ચોકીદાર ચોર નથી પ્યોર છે, ફરીથી PM બનશે તે શ્યોર છે: રાજનાથસિંહ

શત્રુઘ્ન સિન્હા 1996-2008 સુધી બે વાર રાજ્યસભામાં સાંસદ રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2003માં મંત્રી મંડળનો વિસ્તાર થયો ત્યારે શત્રુઘ્ન સિન્હાને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રીનું પદ મળ્યું હતું. વર્ષ 2009માં પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હા પ્રથમ વાર ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2014માં શત્રુઘ્ન સિન્હાએ 55 ટકા વોટ મેળવી જીત હાસલ કરી હતી જોકે, મંત્રીમંડળમાં સ્થાન ન મળતા તેઓ નારાજ થયા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી તેઓ સતત પક્ષ વિરુદ્ધ નિવેદનો કરતા રહ્યા હતા.

(લેખક સ્વતંત્ર પત્રકાર અને ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વિઝિટિંગ ફેલો છે. આ તેમના વ્યક્તિગત વિચારો છે. અંગ્રેજીમાં મૂળ આર્ટિકલ વાંચવા અહીંયા ક્લિક કરો)
First published:

Tags: General election 2019, Loksabha election 2019, Shatrughan Sinha, ભાજપ