ચંદીગઢ. મોગાના કસ્બા બાઘાપુરાનાના ગામ લંગિયાના ખુર્દની પાસે ભારતીય વાયુસેના (Indian Air Force)નું ફાઇટર જેટ મિગ-21 (MiG-21 Fighter Aircraft) દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. મળતી જાણકારી મુજબ ટ્રેનિંગ દરમિયાન પાઇલટ અભિનવે મિગ-21થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા અને હલવારાથી સૂરતગઢ માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન બાઘાપુરાના પાસે તેમનું ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું. મળતા અહેવાલો મુજબ આ ક્રેશમાં પાઇલટ અભિનવ ચૌધરી (Sqn Ldr Abhinav Choudhary)નું મોત થયું છે.
મળતી જાણકારી મુજબ, પાઇલટ અભિનવે ટ્રેનિંગ દરમિયાન ફાઇટર જેટ મિગ-21થી ઉડાન ભરી હતી. અભિનવ મિગ-21થી રાજસ્થાનના સૂરતગઢથી હલવારા તરફ રવાના થયા હતા. પોતાની ઉડાન દરમિયાન જ્યારે અભિનવ ફાઇટર જેટને લઈને પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું પ્લેન દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. દુર્ઘટનાની જાણકારી મળતા જ વાયુસેનાની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
There was an aircraft accident last night involving a Bison aircraft of IAF in the western sector. The pilot, Sqn Ldr Abhinav Choudhary, sustained fatal injuries. IAF condoles the tragic loss and stands firmly with the bereaved family: Indian Air Force
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ પાઇલટ અભિનવનો મૃતદેહ મળી આવ્યો છે. વાયુસેનાના અધિકારીઓએ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ જાહેર કરી દીધા છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે દુર્ઘટના કયા કારણે થઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર