ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એરફોર્સનું જગુઆર ફાઇટ પ્લેન ક્રેશ થયું. ઘટના સમયે પ્લેનમાં માત્ર એક પાયલટ સવાર હતો. પ્લેનનું સંતુલન બગડ્યા બાદ પાયલટ પેરાશૂટની મદદથી બહાર આવી ગયો. તે સુરક્ષિત હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી જાણકારી મુજબ કુશીનગરના હેતિમપુરની પાસે ખેતરમાં પ્લેન ક્રેશ થઈને પડ્યું. નીચે પડતાં જ પ્લેનમાં આગ લાગી ગઈ.
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા. મળતી માહિતી મુજબ આ એક ટ્રેનિંગ પ્લેન હતું જેણે ગોરખપુર એરબેઝથી ઉડાણ ભરી હતી. ઉડાણ ભર્યાની 10 મિનિટન બાદ જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ક્રેશ થયેલું પ્લેન પાયલટ અરવિંદ કુમાર ઉડાવી રહ્યા હતા. પ્લેનમાં ગડબડ આવ્યા બાદ તેઓએ પ્લેનને નદી તરફ ફેરવી દીધું અને પેરાશૂટની મદદથી તેઓ પ્લેનથી કૂદી પડ્યા. તેમને સામાન્ય ઇજાઓ થઈ છે.
ભારતીય એરફોર્સ તરફથી સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જગુઆર એરક્રાફ્ટ ગોરખપુરથી રૂટિન મિશન પર હતું તે સમયે ક્રેશ થયું. પાયલટ સુરક્ષિત રીતે પ્લેનમાંથી ઇજેક્ટ થવામાં સફળ રહ્યો. આ અકસ્માતને લઈ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
IAF statement: Today morning, a Jaguar aircraft while on a routine mission from Gorakhpur, crashed. Pilot ejected safely. A court of Inquiry has been ordered to investigate the accident. https://t.co/QCdYxoJh4m