પંજાબમાં એરફોર્સનું મિગ-29 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

News18 Gujarati
Updated: May 8, 2020, 12:53 PM IST
પંજાબમાં એરફોર્સનું મિગ-29 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ
મિગ-29 ક્રેશ થાય તે પહેલાં જ પાયલટ સુરક્ષિત રીતે બહાર કૂદવામાં સફળ રહ્યો

મિગ-29 ક્રેશ થાય તે પહેલાં જ પાયલટ સુરક્ષિત રીતે બહાર કૂદવામાં સફળ રહ્યો

  • Share this:
ચંદીગઢઃ ભારતીય વાયુસેના (Indian Air Force)નું એક ફાઇટર પ્લેન પંજાબમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. મળતી જાણકારી મુજબ રાજ્યના નવાશહરમાં એરફોર્સનું મિગ-29 (Mig-29) પ્લેન ક્રેશ થયું છે. જોકે પાલયટ સુરક્ષિત છે. નવાશહર જિલ્લાના રુરકી કલા ગામની પાસે દુર્ઘટનાગ્રસ્ત પ્લેન વિશે જાણકારી આપતાં એસએસપી હોશીયારપુર ગૌરવ ગર્ગએ કહ્યું કે પાયલટ પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર આવો ગયો છે અને હવે તેને ચેક-અપ માટે હોશિયારપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતીય વાયુસેનાના અધિકારીએ જાણકારી આપી કે પંજાબના હોશિયારપુર જિલ્લાની પાસે આજે એક મિગ-29 ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળાવમાં સફળ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સવારે 10:45 વાગ્યે રૂટિન ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન પ્લેનમાં ટેકનીકલ ખરાબીના કારણે મુશ્કેલી ઊભી થઈ જેના કારણે પાયલટે પ્લનને કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે પ્લેન કાબૂથી બહાર થઈ ગયું તો પાયલટે ઇજેક્ટ કરી દીધી. તેને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજા

જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસને ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને સંભાળવા અને પાયલટ એમ. કે. પાંડેયને હોશિયારપુરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. સાથોસાથ વાયુસેનાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો, ચિંતાઃ બ્રિટનમાં વસતા ભારતીયોને કોરોનાનો ભોગ બનવાનો વધુ ખતરો!
First published: May 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading