અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

પ્રતિકાત્મક તસવીર

મોતના થોડા સમય પહેલા યુવતીએ બોયફ્રેન્ડને મોબાઈલ ઉપર એક સેલ્ફી મોકલી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, હું નહેરના કિનારે ઊભી છું બચાવવા માંગતો હોય તો બચાવી લે. ત્યારબાદ યુવતીની લાશ મળી હતી.

 • Share this:
  અર્પિત પાંડે, રીવાઃ એક સમયે અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીના (sabarmati) કિનારે વીડિયો (video) બનાવીને આયશા નામની યુવતીએ નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જોકે, આવી જે એક ઘટના મધ્ય પ્રદેશના (Madhya pradesh) રીવા જિલ્લામાં બની હતી. અહીં મોર્નિંગ વોક (morning walk) કરવા નીકળેયલી યુવતીની નહેરમાંથી લાશ મળી હતી.

  મોત પહેલા યુવતીએ પોતાના બોયફ્રેન્ડને (Boy friend) એક સેલ્ફી (selfie) મોકલીને કેપ્શનમાં લખ્યું હતું કે મને બચાવવા માંગે છે તો બચાવી લે. ત્યારબાદ તેની નહેરમાંથી લાશ મળી હતી. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા કે પછી કોઈ દુર્ઘટના એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, પોલીસને આ આત્મહત્યા લાગી રહી છે. પરંતુ પરિવારના લોકો હત્યાની આશંકા સેવી રહ્યા છે.

  રીવાના બિછિયા પોલીસ વિસ્તારમાં આજે બુધવારે આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો. જ્યારે નહેરમાં તરતી એક યુવતીની લાશ મળી હતી. સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારી યુવતી કાલથી ગુ હતી. ઘરેથી મોર્નિંગ વોક કરવા માટે નીકળી હતી પરંતુ તે પરત ફરી જ નહીં. પરિવારના લોકોએ તેની બધુ જગ્યાએ તપાસ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

  આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

  હું નહેરના કિનારે ઉભી છું
  આ ઘટના જવાન યુવતી ગુમ થયાનો હતો. એટલા માટે પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી હતી. તમામ જગ્યાએ શોધ્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે યુવતીનો કોઈ બોયફ્રેન્ડ હતો. મોબાઈલ રેકોર્ડથી એ પણ જાણવા મળ્યું હતું કે, મોતના થોડા સમય પહેલા યુવતીએ બોયફ્રેન્ડને મોબાઈલ ઉપર એક સેલ્ફી મોકલી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, હું નહેરના કિનારે ઊભી છું બચાવવા માંગતો હોય તો બચાવી લે. ત્યારબાદ યુવતીની લાશ મળી હતી.

  આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

  આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

  24 કલાક બાદ લાશને બહાર કાઢવામાં આવી
  પોલીસની એક ટીમ એસડીઆરએફની ટીમની મદદથી નહેરમાં રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યં હતું. આશેર 24 કલાકની ભારે જહેમત બાદ બુધવારે યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી. પરિવારના લોકો પોતાની પુત્રીની હત્યાની આશંકા વ્યક્ત કરે છે. તેમનું કહેવું છે કે સવારે મોર્નિંગ વોક માટે યુવતી ઘરેથી નીકળી પરંતુ ઘરે પાછી જ ન આવી. તેની હત્યા થઈ છે.  પોલીસે કહ્યું આ આત્મહત્યા છે
  આ મામલાની મહત્વની કડી યુવતીનો બોયફ્રેન્ડ છે. પોલીસ તેને વિસ્તારથી પૂછપરછ કરી હતી. જેના આધારે પોલીસનું કહેવું છે કે યુવતીએ આત્મહત્યા કરી છે. જ્યારે આત્મહત્યાનું કારણ શું છે તે જાણવા મળ્યું નથી. તપાસ બાદ જાણી શકાશે.
  Published by:ankit patel
  First published: