પાડોશીએ નહાતી યુવતીનો વીડિયો બનાવ્યો, પછી બ્લેકમેલ કરીને તેની પર બળાત્કાર ગુજાર્યો
લાંબા સમયથી બ્લેકમેલિંગ અને રેપથી પરેશાન યુવતીએ તેના પરિવારજનોને સમગ્ર મામલાની જાણ કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)
આરોપી વિરુદ્ધ બાસવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કલમ 376 હેઠળ કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. સાથે જ પીડિતાનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે
દૌસા: પાડોશીઓ વચ્ચેના સંબંધોને શર્મસાર કરે તેવી એક ઘટના દૌસામાં સામે આવી છે. બાસવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં 24 વર્ષની છોકરી તેના ઘરે સ્નાન કરી રહી હતી ત્યારે પડોશી યુવકે તેનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં જ્યારે યુવતી તેને એકલી મળી ત્યારે યુવકે તેને વીડિયો બતાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સંબંધો બાંધ્યા હતા.
પીડિતા લોકલાજના ડરથી તેની વાત માનતી રહી. આરોપીની હિંમત એટલી વધી ગઈ કે તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ગેરકાયદેસર સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં વારંવાર બ્લેકમેલ કરીને આરોપીએ પીડિતા પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.
લાંબા સમયથી બ્લેકમેલિંગ અને રેપથી પરેશાન યુવતીએ તેના પરિવારજનોને સમગ્ર મામલાની જાણ કરી હતી. જે બાદ આરોપી વિરુદ્ધ બાસવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કલમ 376 હેઠળ કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. સાથે જ પીડિતાનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે.
પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે આરોપીના સંબંધીઓને આ ઘટના વિશે જાણ કરવામાં આવી ત્યારે તેઓએ પીડિતા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આવી સ્થિતિમાં પોલીસે આરોપી યુવક વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ અને તેના પરિવાર વિરુદ્ધ મારપીટ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર