કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી EDની ટીમ, સાંડેસરા ગોટાળા મામલે પૂછપરછ

કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી EDની ટીમ, સાંડેસરા ગોટાળા મામલે પૂછપરછ
ફાઇલ તસવીર

Sandesara Scam : અહેમદ પટેલે તપાસ એજન્સીને કહ્યુ હતુ કે, તેમની ઉંમર 60 વર્ષથી વધારે હોવાથી તેઓ ઈડીની ઑફિસ નહીં આવી શકે.

  • Share this:
    નવી દિલ્હી : કૉંગ્રેના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (Congress Senior Leader Ahmed Patel)ની મુશ્કેલી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. EDની ટીમ તેમના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે સાંડેસરા ગોટાળા (Sandesara Scam) મામલે તેમની નિવેદન લેવામાં આવી રહ્યું છે. અહેમદ પટેલે તપાસ એન્સીને કહ્યું હતું કે તેમની ઉંમર 60 વર્ષથી વધારે છે એટલે તેઓ પૂછપરછ માટે ઈડી (Enforcement Directorate)ની ઑફિસ નહીં આવી શકે. જે બાદમાં કઇડીની ટીમ શનિવારે તેમના ઘરે પહોંચી હતી.

    શું છે સાંડેસરા જૂથ કૌભાંડ?



    ઈડીના કહેવા પ્રમાણે સાંડેસરા સ્કેમ પંજાબ નેશનલ બેંકના ગોટાળાથી પણ મોટું છે. ઈડીના સૂત્રોના કહેવા પ્રમાણે સ્ટર્લિંગ બાયોટેક કંપની લિમિટેડ અને સાંડેસરા ગ્રુપના પ્રમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાએ બોગસ કંપની બનાવી હતી અને બેંકોને 14,500 કરોડનો ચૂનો લગાવ્યો હતો.

    ગત વર્ષે ઈડીએ આ મામલે તપાસ અંતર્ગત સ્ટર્લિંગ બાયોટેકની 9000 કરોડથી વધુની સંપત્ત જપ્ત કરી હતી. જેમાં નાઇજીરિયા તેલ રિગ, એક કોમર્શિયલ વિમાન અને લંડનનો આલિશાન ફ્લેટ પણ સામેલ છે. આ ગોટાળા અંતર્ગત અહેમત પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો : પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં એક દિવસમાં 26 રૂપિયાનો વધારો, ભાવ 100ને પાર

    2017માં સીબીઆઈએ નોંધી હતી ફરિયાદ

    ઓક્ટોબર 207માં સાંડેસર જૂથ પર સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી. જે બાદમાં ઈડીએ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ 5383 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રીંગ મામલામાં સાંડેસરા ગ્રુપ પર એફઆઈઆર દાખલ કરી હતી.

    આ પણ વાંચો : કોરોના વાયરસ : વેક્સીન બનાવવામાં 8-10 વર્ષ લાગે છે, ઇબોલાની દવા પાંચ વર્ષે મળી- WHO

    વીડિયોમાં જુઓ : દેશમાં કોરોના વિસ્ફોટ

    નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં અહેમદ પટેલને આવકવેરા વિભાગે અન્ય કોઈ મામલે સમન્સ પાઠવ્યું હતું. પટેલને 400 કરોડના હવાલા ટ્રાન્ઝેક્શનના કેસમાં નોટિસ આપીને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કંપનીઓ તરફથી મોકલવામાં આવેલા હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે. આરોપ છે કે હવાલાની રકમ કૉંગ્રેસના ખાતાઓમાં પણ આવી હતી. કહેવામાં આવે રહ્યું છે કે આશરે 400 કરોડથી વધારે રકમ કૉંગ્રેસના ખાતાઓમાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:June 27, 2020, 12:38 pm

    ટૉપ ન્યૂઝ