Home /News /national-international /

પુલવામામાં 17 કલાક બાદ અથડામણ પૂર્ણ, 3 આતંકી ઠાર, મેજર સહિત 5 જવાન શહીદ

પુલવામામાં 17 કલાક બાદ અથડામણ પૂર્ણ, 3 આતંકી ઠાર, મેજર સહિત 5 જવાન શહીદ

સવારથી યથાવત અથડામણમાં સેનાના એક બ્રિગેિયર રેન્કના અધિકારીને પેટમં ગોળી વાગી છે. આ એન્કાઉન્ટમાં સેનાએ અત્યારસુધીમાં પુલવામાં હુમલાના માસ્ટર માઇન્ડ ગાઝીને ઠાર કરી દીધો છે.

સવારથી યથાવત અથડામણમાં સેનાના એક બ્રિગેિયર રેન્કના અધિકારીને પેટમં ગોળી વાગી છે. આ એન્કાઉન્ટમાં સેનાએ અત્યારસુધીમાં પુલવામાં હુમલાના માસ્ટર માઇન્ડ ગાઝીને ઠાર કરી દીધો છે.

    ન્યૂઝ18 ગુજરાતીઃ દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિના વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે રવિવાર રાતથી શરૂ થયેલી અથડામણ 17 કલાક બાદ પૂર્ણ થઇ છે. આ અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. તો ત્રણ આતંકી ઠાર મરાયા છે.

    આ અથડામણમાં દક્ષિણ કાશ્મીરના DIG તથા બ્રિગેડિયર ઘાયલ થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

    માનવામાં આવી રહ્યું છે. કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ સંતાયા હતા. સુરક્ષાદળો દ્વારા સતત આતંકવાદીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું આ સાથે જ સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોને ઘેરી લીધો હતો.





    અથડામણમાં સેનાના એક બ્રિગ્રેડિયર રેન્કના અધિકારીને પેટમં ગોળી વાગી છે. આ એન્કાઉન્ટમાં સેનાએ અત્યારસુધીમાં પુલવામાં હુમલાના માસ્ટર માઇન્ડ ગાઝીને ઠાર કરી દીધો છે.

    ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલાને લઇને દેશભરમાં આક્રોશ ફેલાયો છે. અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આખો દેશ રસ્તા ઉપર ઉતર્યો હતો.

    આ પણ વાંચોઃ-પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો, 9 સૈનિકના મોત, 11 ઘાયલ: રિપોર્ટ

    અલગાવવાદીઓની સુરક્ષા પાછી ખેંચી

    શહાદતથી દેશભરમાં ઊભા થયેલા આક્રોશને જોઇને સરકારે અલગાવવાદી નેતાઓને મળતી સુરક્ષા પાછી ખેંચી છે. જેમાં પાર્ટીઝ હુર્યિયત કોન્ફરેન્સ (APHC)ના ચેરમેન મીરવાઇઝ ઉમર ફારુક, શબ્બીર શાહ, હાશિમ, કુરૈશી, બિલાલ લોન, ફઝલ હક કુરેશી અને અબ્દુલ ગની બટનો સમાવેશ થાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Pulwama, Security forces, Terrorists, એન્કાઉન્ટર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन