શાહરુખ ખાનની ઓડી કાર ઉધાર લઈ પિકનિક ગયો, આ કારણે મિત્રોએ કરી હત્યા

News18 Gujarati
Updated: January 12, 2020, 4:49 PM IST
શાહરુખ ખાનની ઓડી કાર ઉધાર લઈ પિકનિક ગયો, આ કારણે મિત્રોએ કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

મોડી સાંજ સુધી ઓડી રિટર્ન ન આવતા શાહરુખે તેના મિત્રને ફોન કર્યો હતો. કાર પરત કરવા માટે કહ્યું હતું. ફોન ઉપર અરશદે શાહરુખને જણાવ્યું હતું કે, તેના દોસ્તો તેને દારુ પીવા માટે મજબૂર કરી રહ્યા છે. આવું નકરવા ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

  • Share this:
ગુરુગ્રામઃ દિલ્હીની (Delhi) ગુરુગ્રામમાં (gurgaon) એક ચકચારી ઘટના બની હતી. કથિત રૂપથી દારૂ પીવા અંગે એક યુવતની હત્યા (Murder) કરવામાં આવી હતી. ફરિયાદ પછી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતકની ઓળખ અરશદ ખાનના રૂપમાં થઈ છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનના (police station) જણાવ્યા પ્રમાણે અરશદ ખાનની પત્નીના અનુસાર તેના પતિના ત્રણ દોસ્તો ઝુલેકર, રિઝવાન અને લુકમાન ગત સાત જાન્યુઆરીએ ફરીદાબાદ (Faridabad) સ્થિત ઘર આવ્યા હતા. તેણે અરશદ ખાનને પિકનિક (Picnic) ઉપર જવા માટે કહ્યું હતું.

આ પણ વાંચોઃ-ખેડુતો માટે સરકારની મહત્વની જાહેરાત, સિંચાઈ માટે 70 દિવસ અપાશે પાણી

ત્યારબાદ અરશદ ખાન પોતાના દોસ્તો સાથે ઓડી કારમાં પિકનિક માટે બહાર ગયા હતા. પિકનિક ઉપર ગયા પછી અરશદ પોતાના દોસ્ત શાહરુખ ખાન પાસેથી ઓડી કાર (Audi cars) ઉધાર લીધી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મોડી સાંજ સુધી ઓડી રિટર્ન ન આવતા શાહરુખે તેના મિત્રને ફોન કર્યો હતો. કાર પરત કરવા માટે કહ્યું હતું. ફોન ઉપર અરશદે શાહરુખને જણાવ્યું હતું કે, તેના દોસ્તો તેને દારુ પીવા માટે મજબૂર કરી રહ્યા છે. આવું નકરવા ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ-ચાઇનીઝ દોરી વેચનારાઓ સાવધાન! CM રૂપાણીએ કહ્યું , 'સરકાર વ્યાપક રેડ પાડી વેચાણ રોકશે'વાત કરતા સમયે અરશદ ડરેલો હતો. એવી સ્થિતિમાં અરશદના ધીમા અવાજના સાંભળીને શાહરુખે તેના નાના ભાઈ ગુલાબને જાણકારી આપી હતી. પછી ગુલાબે અરશદને ફોન કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ અરશદના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ-મોડાસાની મૃતક યુવતીના પરિવારનો આક્ષેપ, 'લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઇ જાતે ન ચઢી શકે'

ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરૂ હતી. આગામી દિવસે 8 જાન્યુઆરીએ અરશદની લાશ સુશાંત લોકમાં મળ્યો હતો. ઓડી કાર લાશથી દૂર ઊભી હતી. ગુરુગ્રામ પોલીસના જણાવ્યા પ્રમાણે સુભાષ બોકને જણાવ્યું હતું કે, જ્યારે પોલીસની તપાસને આગળ વધારતા એક ફેસબુક પોસ્ટે (facebook post) બધા રાઝ ખોલી દીધા હતા. આ પોસ્ટમાં અરશદ પોતાના ત્રણે દોસ્તો અને ઓડી કારની સાથે છે. આ પોસ્ટના માધ્યમથી પોલીસના ત્રણે આરોપીઓની ધરપકડ કરી હતી.

બોકનના જણાવ્યા પ્રમાણે ત્રણે આરોપી અરશદનો મોબાઈલ ફોન (mobile phone) પણ લઈ લીધો હતો. જેને આરોપીઓએ સુશાંત લોક વિસ્તારમાં એક ગટરમાં ફેંકી દીધો હતો. બોકનના જણાવ્યા પ્રમાણે બે અન્ય આરોપીઓમાં પણ છે જેમની ધરપકડ કરવામાં આવશે.
First published: January 12, 2020, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading