Home /News /national-international /ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને મારવાનો પ્રયાસ કરાયો! ક્રાંતિકારીઓએ તોપ વડે ઉડાડવાનું કાવતરું ઘડ્યું

ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને મારવાનો પ્રયાસ કરાયો! ક્રાંતિકારીઓએ તોપ વડે ઉડાડવાનું કાવતરું ઘડ્યું

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખમેનીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. (ફોટોઃ રોઇટર્સ)

ઈરાનવાયરના અહેવાલ મુજબ 3 જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ નેતા સાથેની બેઠક દરમિયાન, રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરોએ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી, અને ઈસ્લામિક રિપબ્લિકના ભાવિ વિશે ખમેનીને ચેતવણી આપી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં કમાન્ડરો અને સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક IRGCના ઓપરેશન કુદસ ફોર્સના દિવંગત કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાની ત્રીજી વરસી પર બોલાવવામાં આવી હતી. મીટિંગ દરમિયાન, વરિષ્ઠ IRGC કમાન્ડરોએ ખામેનીને ઈરાનની સુરક્ષા સ્થિતિના તેમના સંબંધિત મૂલ્યાંકન વિશે માહિતી આપી.

વધુ જુઓ ...
તેહરાનઃ ઈરાનના લોકો 22 વર્ષની મહસા અમીનીના મોતથી હજુ પણ ગુસ્સે છે. હિજાબ સામેના વિરોધમાં અનેક લોકોના જીવ ગયા છે. દરમિયાન, ઈરાનવાયરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેટલાક ક્રાંતિકારી ગાર્ડોએ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના નિવાસસ્થાને તોપખાના વડે નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની અંદરના કેટલાક અસંતુષ્ટ તત્વોએ ખમેનીને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.

ઈરાનવાયરએ અહેવાલ આપ્યો કે, 3 જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ નેતા સાથેની બેઠક દરમિયાન, રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરોએ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર તેમની નિરાશા વ્યક્ત કરી અને ઈસ્લામિક રિપબ્લિકના ભાવિ વિશે ખમેનીને ચેતવણી આપી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં કમાન્ડરો અને સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠક IRGCના ઓપરેશન કુદસ ફોર્સના દિવંગત કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાની ત્રીજી વરસી પર બોલાવવામાં આવી હતી. મીટિંગ દરમિયાન, વરિષ્ઠ IRGC કમાન્ડરોએ ખમેનીને ઈરાનની સુરક્ષા સ્થિતિ અંગેના તેમના મૂલ્યાંકનની માહિતી આપી હતી.

આ પણ વાંંચો : લિવ-ઈન રિલેશનશિપના રજીસ્ટ્રેશન પર SCએ અરજી ફગાવી નારાજગી વ્યક્ત કરી, જાણો...

કેટલાક કમાન્ડરોએ સ્વીકાર્યું હતું કે, તેમના કમાન્ડ હેઠળના મોટાભાગના દળોએ શાસન સામે વિરોધ કરી રહેલા નાગરિકો પર ગોળીબાર કરવાના આદેશોનો પણ અવગણના કરી હતી. આ ઉપરાંત, ખમેનીને લશ્કરી મનોબળમાં ઘટાડો અને રેન્ક-એન્ડ-ફાઈલ IRGC અધિકારીઓ વચ્ચેની લડાઈમાં વધારો વિશે પણ ચેતવણી આપવામાં આવી હતી. IRGCમાં ખામેનીના પ્રતિનિધિ અબ્દુલ્લા હાજી સદેગીએ બેઠકમાં કહ્યું હતુ કે, "અમારા અહેવાલોના આધારે, એવું લાગે છે કે, IRGC દળનું મનોબળ ગયા વર્ષની સરખામણીમાં ઘટી ગયું છે."

જોકે, હાજીએ સર્વોચ્ચ નેતા અને તેમના કમાન્ડરોને ચેતવણી આપતાં કહ્યું કે, “અમે તમામ વિભાગોમાં વિવિધ એકમો પાસેથી માહિતી અને ડેટા એકત્રિત કર્યા છે, જે રેન્કમાં ઝઘડાનું અસ્તિત્વ દર્શાવે છે. તેનું યોગ્ય સંચાલન કરવું જોઈએ. એ નોંધવું અગત્યનું છે કે, અમે માત્ર એક કે, બે વ્યક્તિઓની વાત નથી કરી રહ્યા, પરંતુ 600,000થી વધુ કર્મચારીઓની બનેલી સશસ્ત્ર દળની વાત કરી રહ્યા છીએ.
First published:

Tags: Global Terrorist, Iran