Home /News /national-international /

ચીન બોર્ડ ઉપર તૈનાત ભારતીય જવાને દેશવાસીઓને કરી આવી અપીલ, તમે પણ જોઈલો આ viral video

ચીન બોર્ડ ઉપર તૈનાત ભારતીય જવાને દેશવાસીઓને કરી આવી અપીલ, તમે પણ જોઈલો આ viral video

વાયરસ વીડિયોની તસવીર

ફેસબુક ઉપર આ વીડિયો રાજીવ ઝાખડ નામના એક યુઝરે શેર કર્યો છે. ચીન બોર્ડ ઉપર તૈનાત એક ભારતીય જવાને ભારતીયોને એક અપીલ કરી છે.

    નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય દિવસોથી ભારત અને ચીન બોર્ડર (China Border) ઉપર બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યું છે. જેના પગલે ભારતે ચીનને અડેલી 3488 કિલોમિટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પોતાની તાકાત વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે સીમાપાર ચીન સતત સૈન્ય નિર્માણ કરીને સૈનિકોની તૈનાતી વધારી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    જેને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચીન બોર્ડ ઉપર તૈનાત એક ભારતીય જવાને (Indian Army Personnel) ભારતીયોને એક અપીલ કરી છે. આ વીડિયોને તેમણે પોતે રેકોર્ડ કર્યો અને ભારતીયોને ચીની એપ અને સામાનને બોયકોટ (Boycott China Product) કરવા માટે અપીલ કરી છે. ફેસબુક (facebook) ઉપર આ વીડિયો વાયરલ (video viral) થઈ રહ્યો છે.



    ફેસબુક ઉપર આ વીડિયો રાજીવ ઝાખડ નામના એક યુઝરે શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે 'દોસ્તો આ ભાઈનું પણ સાંભળો' વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય જવાન કહે છે કે 'હેલો દોસ્તો, અમે જઈ રહ્યા છીએ ચીન બોર્ડ અને રોડ એ છે જે નથી. અમારે આ જ રસ્તાથી ત્યાં પહોંચવાનું છે. કારણ કે એક જગ્યાએ આવ્યા પછી રોડ પુરો થઈ જાય છે. ત્યારબાદ પહાડો વચ્ચેથી અમારે જવાનું છે. આ અમારો ટ્રક છે. જેમાં અમે લોકો જઈ રહ્યા છીએ.'

    આ પણ વાંચોઃ-મોત સાથે સવારી! સીટ નીચે ઘૂસ્યો હતો કોબ્રા સાંપ, 20 km સુધી બાઈક ઉપર ચલાવતા રહ્યા યુવકો અને પછી..

    આ પણ વાંચોઃ-ચિનૂક-સુખોઈએ બતાવી ચીનને તાકાત, LAC પાસે આર્મીએ કર્યો યુદ્ધાભ્યાસ, જુઓ તસવીરો

    ત્યારબાદ ભારતીય જવાને દેશના લોકોને ચીની સામાન અને મોબાઈ એપને બોયકોટ કરવાની અપીલ કરી છે. તેમણે આગળ કહ્યું છે કે 'તમે લોકો ત્યાં મસ્ત રહો અને અહીં અમે દેશ માટે બીજું કઈ કરી છીએ. તમે લોકો ત્યાંથી ચીની એપને ડિલિટ કરો યાર. બોયકોટ કરો. તેમની પ્રોડક્ટ્સનું પણ બોયકોટ કરો યાર. દેશભક્તિ જગાઓ પોતાના દિલમાં. અમે લોકો પણ દેશભક્તની જેમ અહીં છીએ. આટલી મુશ્કિલ જગ્યા ઉપર અમે ડ્યૂટી કરી રહ્યા છીએ. તમે ઘરે રહીને આંગળીઓ વડે તેને બોયકોટ કરી જ શકો છો. કરો યાર સારુ લાગશે અને અમારી પણ મદદ થશે.'
    Published by:ankit patel
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन