Home /News /national-international /

Sidhu Moose Wala Murder Case: મુસેવાલાના હત્યારાએ AN-94 અસોલ્ટ રાઇફલનો કર્યો હતો ઉપયોગ, જાણો કેટલું ઘાતક છે રશિયાનું આ હથિયાર

Sidhu Moose Wala Murder Case: મુસેવાલાના હત્યારાએ AN-94 અસોલ્ટ રાઇફલનો કર્યો હતો ઉપયોગ, જાણો કેટલું ઘાતક છે રશિયાનું આ હથિયાર

સરકાર દ્વારા મુસેવાલાની સુરક્ષામાં કાપ મુક્યાના 24 કલાક કરતા પણ ઓછા સમયમાં રવિવારે ઘોળા દિવસે હત્યા કરી દેવામાં આવી (ફાઇલ ફોટો)

Sidhu Moose Wala Murder Case Update - પોલીસે જણાવ્યું કે મુસેવાલા અને તેના બે સાથીઓ પર 2 મિનિટ 30 સેકન્ડ સુધી સતત ફાયરિંગ કરવામાં આવ્યું હતું

    નવી દિલ્હી : ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાની (Sidhu Moose Wala Murder Case)તપાસમાં માહિતી સામે આવી છે કે હત્યામાં એએન-94 રશિયા અસોલ્ટ રાઇફલના (AN-94 Assault Rifle)એવોમેટ નિકોનોવા મોડલનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે મુસેવાલાની હત્યામાં (Sidhu Moose Wala)એક-47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એનાથી એ સવાલ ઉભો થાય છે કે આવા આધુનિક હથિયારની આપૂર્તિ પંજાબમાં કેવી રીતે કરવામાં આવી રહી છે. પડોશી રાજ્યોએ આ મામલામાં પંજાબ પોલીસની મદદ કરવા માટે ટીમો બનાવી છે. તે હથિયાર તસ્કરો પર નજર રાખી રહ્યા છે. જેથી એ જાણી શકાય કે અત્યાધુનિક હથિયાર કેવી રીતે લાવવામાં આવે છે.

    સરકાર દ્વારા મુસેવાલાની સુરક્ષામાં કાપ મુક્યાના 24 કલાક કરતા પણ ઓછા સમયમાં રવિવારે ઘોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. માનસા જિલ્લાના તેમના પૈતૃક ગામ પાસે ગેંગસ્ટરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેનેડાના ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઇએ હત્યાની જવાબદારી લીધી છે.

    આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત હતું 'ધ લાસ્ટ રાઈડ', પ્રશંસકો સાંભળીને થઇ રહ્યા છે ભાવુક

    AN-94 Assault Rifle કેમ છે ઘાતક

    એએન-94 અસોલ્ટ રાઇફલનું નામ તેના મુખ્ય ડિઝાઇનર ગેનાડી નકોનોવના નામ પર રાખવામાં આવ્યું છે. ગેનાડીએ આ પહેલા આ નામથી એક મશીન ગન પણ તૈયાર કર્યું હતું. આ રાઇફલને બનાવવાનું કામ 1980માં શરુ થયું હતું અને 1994માં પુરુ થયું હતું.

    રાઇફલમાં ફાયરિંગ પાવર

    પોલીસે જણાવ્યું કે મુસેવાલા અને તેના બે સાથીઓ પર 2 મિનિટ 30 સેકન્ડ સુધી સતત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એએન-94 રાઇફલ ટૂ રાઉન્ડ બર્સ્ટ મોડમાં પ્રતિ મિનિટ 600 રાઉન્ડ અને ફુલ ઓટો મોડમાં 1800 ગોળીઓ પ્રતિ મિનિટ ફાયર કરે છે.

    આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ : સિંગરની જીપનો પીછો કરી રહી હતી બે ગાડીઓ, CCTV વીડિયો આવ્યો સામે

    ફાયરિંગની ઇફેક્ટિવ રેન્જ

    એએન-94 રશિયન અસોલ્ટ રાઇફલ 900 મીટર કે પછી 3000 ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપથી ગોળીઓ ચલાવે છે. જ્યારે AK-47 715 મીટર એટલે કે લગભગ 2000 ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપથી ફાયર કરે છે.

    પુરી રીતે ઓટોમેટિક હથિયાર

    રાઇફલને ચલાવવા માટે બે મોડ આપવામાં આવ્યા છે. પ્રથમ મોડમાં રાઇફલમાં 1800 રાઉન્ડ ફાયરિંગ પ્રતિ મિનિટ કરે છે. જ્યારે બીજા મોડમાં આ રાઇફલ 600 રાઉન્ડ પ્રતિ મિનિટ ફાયરિંગ કરે છે. આ રાઇફલમાં 30 થી 45 કારતૂસ એક વખતમાં ફરવામાં આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Murder case, Sidhu Moose Wala, પંજાબ

    આગામી સમાચાર