અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલવાળા પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે. વાયુસેનાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. અધિકારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. બ્લેક બોક્સથી દુર્ઘટનાની કારણ જાણવામાં મદદ મળશે.
દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 13 લોકોનાં મૃતદેહ મળ્યાં છે, વાયુસેના આ દુર્ઘટનાની તપાસ (કોર્ટ ઓફ ઇન્ક્વાયરી)નો આદેશ આપી ચુકી છે.
નોંધનીય છે કે રશિયા નિર્મિત એએન-32 વિમાન ત્રીજી જૂનના રોજ જોરહાટથી ચીન સીમા પાસે આવેલા મેચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના 33 મિનિટ બાદ રડાર સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.
અરુણાચલ પ્રદેશ સરકાર તરફથી AN-32નો કાટમાળ મળ્યો છે તે વિસ્તારનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. કાટમાળ 12 હજાર ફૂટ નીચે પડ્યો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નકશામાં AN-32 વિમાનની ક્રેશ સાઇટને સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતીય વાયુ સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે લાપતા વિમાનના બાકીના કાટમાળને શોધવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. AN-32 વિમાનના કાટમાળને શોધવા માટે MI17S જેવા એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરને કામે લગાવવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર