અરૂણાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાયુસેનાના AN-32 વિમાનમાં સવાર 13 લોકોના શબને લાવવા ગયેલી રેસક્યૂ ટીમ ખરાબ હવામાનના કારણે ખુદ ફસાઈ ગઈ છે. રિપોટ્સ અનુસાર, વાયુસેના, સેના અને પર્વતારોહિયોની 12 લોકોની સંયુક્ત ટીમ છેલ્લા 9 દિવસથી 12 હજાર ફૂટ ઊંચાઈ પર ફસાઈ ગઈ છે.
અહીં ફસાયેલી રેસક્યૂ ટીમને સાંપ અને વીંછી જેવા ઝેરી જીવોના ખતરા સાથે ખાવા-પીવાની મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો હશે. ખરાબ હવામાનના કારણે તેમને જરૂરિયાતનું રાશન પણ નથી પહોંચાડી શકાયું. તેમને બચાવવા માટે હવામાન સારૂ થાય તેની રાહ જોવામાં આવી રહી છે. હવામાન સારૂ થયા બાદ રેસક્યૂ ટીમને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી શકાય છે.
રેસક્યૂ ટીમ 12 જૂનથી દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર છે. તેમને તલાશી અભિયાન માટે એરડ્રોપ કરવામાં આવ્યા હતા. પશ્ચિમી સિઆંગ જીલ્લા સૂચના અને સંપર્ક અધિકારી ગિજુમ તાલીએ જણાવ્યું કે, ભારતીય વાયુ સેના (આઈએએફ)ના નવ કર્મચારી, નાગરીક પર્વતારોહી તાક તમુત અને તેમના બે સહયોગીઓ શી યોમી જીલ્લા પ્રશાસન દ્વારા તૈનાત કરવામાં આવ્યા છે. જેથી હેલિકોપ્ટર સેવા બાધિત રહેવાની સ્થિતિમાં તે ફૂટ ટ્રેક દરમ્યાન માર્ગદર્શન કરી શકે.
3 જૂને લાપતા થયુ હતું વિમાન
રૂસી એએન-32 વિમાને 3 જૂને આસામના એરબેસથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં વાયુસેનાના 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા. આ વિમાનની શોધખોળ માટે 8 દિવસથી ત્રણે સેનાની મદદથી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન એમઆઈ-17 હેલિકોપ્ટરને અરૂણાચલ પ્રદેશના જંગલમાં એએન-32નો કાટમાળ દેખાયો હતો.
20 જૂનથી ફસાઈ છે રેસક્યૂ ટીમ
ત્યારબાદ સિયાંગ જીલ્લાના જંગલોમાં બે હેલિકોપ્ટર દ્વારા 12 જૂને 12 લોકોની રેસક્યૂ ટીમને જંગલમાં ઉતારવામાં આવી. આ દરમ્યાન ટીમે 19 જૂને 6 લોકોના શબ શોધી કાઢ્યા. ત્યારબાદ 20 જૂને 7 અન્ય લોકોના પાર્થિવ શરીર પણ નિકાળવામાં આવ્યા. પરંતુ, તે દિવસથી જ ખરાબ હવામાન સર્જાયું છે અને રેસક્યૂ ટીમ ખુદ જ ત્યાં ફસાઈ ગઈ છે.
હંમેશા થાય છે વરસાદ
અરૂણાચલના આ વિસ્તારમાં વધારે ટર્બુલેંસ છે. અહીં હંમેશા વરસાદ થતો રહે છે. અહીં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલે છે, અને ઘાટિઓના સંપર્કમાં આવવાથી આવી સ્થિતિ પેદા કરે છે કે અહીં ઉડાન ભરવું મુશ્કેલ હોય છે. અહીં દૂર-દૂર સુધી જંગલ છે, જેના કારણે આબાદી નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર