Home /News /national-international /અદ્ભૂત ટેલેન્ટ: આંખો બંધ રાખીને આ બાળક વાંચી શકે છે ચોપડી, ફટાફટ રહી જાય છે બધું યાદ

અદ્ભૂત ટેલેન્ટ: આંખો બંધ રાખીને આ બાળક વાંચી શકે છે ચોપડી, ફટાફટ રહી જાય છે બધું યાદ

બંગાળના આ બાળકમાં છે અદ્ભૂત ટેલેન્ડ

મધ્યકાલીન યુગના ભક્ત કવિ સુરદાસ વિશે તો આપ જાણતા જ હશો, તેઓ અંધ હોવા છતાં પણ અનેકો કૃષ્ણ ભક્તિની સ્તુતિ કરી છે. આવો જ એક કિસ્સો આપણને પશ્ચિમ બંગાળના સિલીગુડીમાંથી જોવા મળ્યો છે.

  • Local18
  • Last Updated :
  • Kolkata, India
સિલીગુડીઃ મધ્યકાલીન યુગના ભક્ત કવિ સુરદાસ વિશે તો આપ જાણતા જ હશો, તેઓ અંધ હોવા છતાં પણ અનેકો કૃષ્ણ ભક્તિની સ્તુતિ કરી છે. આવો જ એક કિસ્સો આપણને પશ્ચિમ બંગાળના સિલીગુડીમાંથી જોવા મળ્યો છે. આ બાળકો આમ તો અંધ નથી, તો પણ તે આંખો બંધ કરીને આખુ પુસ્તક વાંચી શકે છે. તેની આ કળા જોઈને સૌ કોઈ ચોંકી જાય છે. 11 વર્ષના આ બાળક દક્ષ જ્યારે બોલતો ત્યારે કોઈને કંઈ સમજાતું નથી, તેેને ભણવામાં જાજો રસ નહોતો. તેને લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ મળતા હોવા છતાં તે પાછળ રહી જતો. ખરી વાર્તા તો હવે શરુ થાય છે.



આપને જણાવી દઈએ કે, આ બાળક દક્ષની માતા ન્યૂરો લિંગ્વિસ્ટક પ્રેક્ટિશનર છે. તેમણે પોતાના બાળકના આવા અણધડ ઉચ્ચારણને જોઈને તેને સંસ્કૃત શિખવવાનું નક્કી કર્યું. અલગ અલગ પ્રયાસો બાદ આ બાળક શાનદાર રિઝલ્ટ આપવા લાગ્યો. તે ફટાફટ બધું યાદ કરી શકે છે. તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેક્સિમમ નંબર ઓફ મેન્સ ઓફ રિકોલ્ડ ઈન વન મિનીટમાં આવ્યું છે. બાદમાં તો આ બાળક આંખો બંધ કરીને એક મીનિટમાં કેટલાય નંબર યાદ કરી શકે છે.



તેની અંદર રહેલી શક્તિને ખિલવવા માટે મ્યૂઝિક હીલિગની વ્યવસ્થા કરવામાં આવી. 11 વર્ષનો આ બાળક આંખો બંધ કરીને વાંચી શક છે. હાથમાં પુસ્તક લઈને આંખો બંધ કરી તે વાંચી શકે છે. મ્યૂઝિક હીલિંગ થેરાપિસ્ટ વિનિતાએ આ અંગે જણાવ્યું છે કે, મ્યૂઝિક થેરાપી મગજની પિનીયલ ગ્રંથિઓમાંથી બે પ્રકારના હોર્મોન્સ મુક્ત કરે છે, તે હોર્મોનના પરિણામે શરીરની સંરચના કરે છે, શરીરના વિવિધ ભાગને મદદ મળે છે. જેને લઈને આંખો બંધ કરીને પણ વાંચી શકાય છે.
First published:

Tags: West bengal

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો