Home /News /national-international /હવે બીજા દેશોમાં પણ વેચાશે અમૂલનું દૂધ! સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા

હવે બીજા દેશોમાં પણ વેચાશે અમૂલનું દૂધ! સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા

દેશની સૌથી મોટી દૂધ વેચતી કંપની અમૂલનો સ્વાદ બીજા દેશના નાગરિકો પણ ઝડપથી લઈ શકશે.

દેશની સૌથી મોટી દૂધ વેચતી કંપની અમૂલનો સ્વાદ બીજા દેશના નાગરિકો પણ ઝડપથી લઈ શકશે. મોદી સરકારે ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ખેડૂતો ડાયરેક્ટ લાભ પહોંચડવા માટે ફૂલ પ્રુફ યોજના લઈને આવી છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી દૂધ વેચતી કંપની અમૂલનો સ્વાદ બીજા દેશના નાગરિકો પણ ઝડપથી લઈ શકશે. મોદી સરકારે ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ખેડૂતો ડાયરેક્ટ લાભ પહોંચડવા માટે ફૂલ પ્રુફ યોજના લઈને આવી છે.

પ્રાકૃતિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવાની યોજના

કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું અમૂલની સાથે પાંચ અન્ય સહકારી સમિતિઓને મર્જ કરવામાં આવશે. જેનાથી એક મોટી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની રચના થશે. વિલયની પ્રક્રિયા પણ શરૂ થઈ ચુકી છે અને ઝડપથી તેનું સુખદ પરિણામ સામે આવવાનું શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય ડિજિટલ ખેતી દ્વારા પ્રાકૃતિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવાનું છે.

વર્તમાનમાં ધ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ બ્રાન્ડ અંતર્ગત પોતાના ઉત્પાદોનું વેચાણ કરે છે. આ ફેડરેશનમાં પાંચ અન્ય સહકારી સમિતિઓનુ મર્જર થયા પછી મલ્ટી સ્ટેટ સહકારી સમિતિ તૈયાર થશે અને પોતાના ઉત્પાદોને અમૂલ બ્રાન્ડ દ્વારા દેશ-વિદેશમાં વેચશે.

પાંચ વર્ષમાં બેગણું કરશે ઉત્પાદન

અમિત શાહે કહ્યું કે ભારત અને આપણા પાડોશી દેશોની માંગને પુરી કરવા માટે આગામી પાંચ વર્ષમાં દૂધનું ઉત્પાદન બેગણું કરવાની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે અમારી પાસે દૂધને સીમા પાર નિકાસ કરવાની મોટી તક છે અને તેના દ્વારા ખેડૂતોની આમદાની પણ વધારી શકાશે. આ યોજનાને પૂરી કરવા માટે ઝડપથી અમૂલની સાથે પાંચ અન્ય સહકારી સમિતિઓની મર્જ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથના ખેડૂતો કેમ પરેશાન છે, નારિયેળીમાં આવ્યો એવો રોગ કે ઉત્પાદન ઘટ્યું 

ખેડૂતોને કઈ રીતે મળશે લાભ

અમિત શાહે કહ્યું કે MSCSના ગઠન થવા અને સર્ટિફિકેશન પછી અમલ દૂધની નિકાસ નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ કરી શકાશે. તેની સાથે જ પ્રોફિટના પૈસા સીધા ખેડૂતોના ખાતમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી વચેટાયાઓની ભૂમિકા ખત્મ થઈ શકે. આ નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક એક્સપોર્ટ હાઉસની જેમ કામ કરશે. શાહે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હાલ દુનિયામાં પાંચમાં ક્રમે છે અને તેને બીજા ક્રમે લઈ જવા માટે દેશના પૂર્વોત્તર રાજ્યોની ભૂમિકા ઘણી મહત્વની રહેશે.
First published:

Tags: Amul Ghee, Amul milk price, PM Modi પીએમ મોદી