અમૂલ ડેરીએ અમેરિકામા ખરીધો નવો પ્લાન્ટ, ટૂંક સમયમાં શરૂ થશે પ્રોડક્શન

News18 Gujarati
Updated: September 12, 2018, 4:51 PM IST
અમૂલ ડેરીએ અમેરિકામા ખરીધો નવો પ્લાન્ટ, ટૂંક સમયમાં શરૂ થશે પ્રોડક્શન
વિદેશમાં પ્લાન્ટ ધરાવતી પહેલી ભારતીય ડેરી
News18 Gujarati
Updated: September 12, 2018, 4:51 PM IST
સૌથી મોટી ભારતીય ડેરીમાંથી અમૂલે અમેરિકાના વિસ્કોન્સિમાં ડેરી પ્લાન્ટ ખરીદ્યો છે.અમુલ ડેરીએ નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા કવાયત હાથ ધરી છે.

અમેરિકાના વિસ્કોન્સિન્સમાં પહેલી ભારતીય ડેરી ખોલવામાં આવશે. અમૂલ ડેરીના અધિકારીએ કહ્યુ કે ટૂંક સમયમાં ડેરી પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. વિસ્કોન્સિન અમેરિકાના કુલ ચીઝ ઉત્પાદનમાં 27 ટકા ઉત્પાદન સાથે સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ગણાય છે. અમુલ ડેરીના વાયસ ચેરમેન, ડિરેક્ટર્સે યુએસની મુલાકાત લીધી હતી. આ પહેલા અમૂલ ડેરીએ એનઆરઆઇ સાથે કરાયેલા કરાર આધારિત ન્યૂજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતે ડેરી પ્લાન્ટમાં ઘી અને પનીરનું ઉત્પાદન શરૂ કર્યુ હતુ.અમુલ ડેરીના ચેરમને રામસિંહ પરમારે જણાવ્યુ કે યુસએસમાં નવો પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસાર અમે આગળ વિચારણા કરી રહ્યા છીએ. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુજરાતીઓની ડિમાન્ડ વધુ રહે છે. યુએસમાં અમૂલની પેદાશો ઝડપી અને તાજી મળી રહે તે હેતુથી નવો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરી ઉદ્યોગોની પહેલી કંપની બની ગઇ છે. જે વિદેશી ધરતી પર પોતાનો પ્લાન્ટ બનાવી રહી છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...